સરકાર અને શાળાએ ધોરણ-5ના બાળકોને કૉન્ડોમ આપવાનો નિર્ણય કરી રહી છે. આ નિર્ણય અમેરિકાના શિકાગોની પબ્લિક સ્કૂલ બોર્ડની સાથે સંકળાયેલી 600 શાળાઓ માટે કરવામાં આવ્યો છે. આ નિર્ણય સરકારના માધ્યમથી થયો છે.
વર્ષ 2020ના ડિસેમ્બમાં આમ તો આ પોલીસી શિકાગો રાજ્યમાં લાગુ થવાની હતી પરંતુ કોરોના વાયરસના કારણે શાળાઓ બંધ હોવાથી આ પોલીસી લાગુ થઇ શકી ન હતી. જોકે, મહામારીમાં હજુ પણ શાળાઓ બંધ છે છતાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. કૉન્ડોમ 10 વર્ષના બાળકને આપવાના નિર્ણયથી વાલીઓ રોષે ભરાના છે.
એલેમેન્ટ્રી શાળાના બાળકોને 250 કૉન્ડોમ અને હાઇસ્કુલોમાં 1,000 કૉન્ડોમ સપ્લાય પ્રસાશન દ્રારા કરવામાં આવશે. હકિકતમાં શિકાગો પબ્લિક સ્કૂલ બોર્ડ દ્વારા આ પોલીસી બનાવાવમાં આવી છે. આ પોલીસી અંતર્ગત 10 વર્ષની વધુની ઉંમરના બાળકોને ફ્રીમાં કૉન્ડોમ આપવામાં આવશે.
નોંધનીય છે કે, આ નિર્ણય શિકાગો પબ્લિક બોર્ડની હેઠળ આવતી 600 શાળાના બાળકોને લાગુ પડશે. તમામ શાળાઓમાં આ પોલીસી લાગુ પડશે. આ પોલીસી અંગે શિકાગો વિમેન્સ હેલ્થ સેન્ટરમાં કામ કરતા સ્કાઉટ બ્રાટે બચવામાં કહ્યું છે કે, કૉન્ડોમની ઉપલબ્ધીના કારણે બાળકો એચઆઈવીથી બચશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.