USA Deported Indian: અમેરિકામાંથી ડિપોર્ટ કરવામાં આવેલાં ભારતીયોનું બીજુ વિમાન અમેરિકાથી 15 ફેબ્રુઆરીએ અમૃતસર પહોંચી શકે છે. નોંધનીય છે કે, ગુજરાતના (USA Deported Indian) 33 સહિત 104 ગેરકાયદે ભારતીય અપ્રવા`સીઓને લઈને અમેરિકાનું એક સૈન્ય વિમાન 5 ફેબ્રુઆરીએ અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું હતું. ટ્રમ્પ પ્રશાસન દ્વારા દેશનિકાલ કરવામાં આવેલા ભારતીય અપ્રવાસીનો આ પહેલો જથ્થો હતો.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, 15 ફેબ્રુઆરી બાદ ત્રીજી ફ્લાઇટ પણ આવશે તેવી આશા છે. અમૃતસરમાં વિમાન લેન્ડ કરાવવાને લઈને રાજકીય વિવાદ ઊભો થયો છે. પંજબના નાણાંમંત્રી હરપાલ ચીમાએ આરોપ લગાવ્યો કે, ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર જણી જોઈને પંજાબને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. સરકાર ઈચ્છે છે કે, દેશનિકાલ કરાયેલા ભારતીયોને લઈને આવેલું વિમાન અમૃતસરમાં ઉતાર્યું જેથી પંજાબની છબી ખરાબ થાય. આ વિમાન અમદાવાદમાં કેમ ન ઉતારાયું?
વિદેશ સચિવે કરી પુષ્ટિ
વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ પહેલાં જ પુષ્ટિ કરી હતી કે, અમેરિકાએ 487 સંભવિત ભારતીય નાગરિકોના દેશનિકાલનો આદેશ આપી દીધો છે. આ લોકોએ ગેરકાયદે રૂપે અમેરિકામાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. દેશનિકાલ કરાયેલા લોકોનો આરોપ છે કે, યાત્રા દરમિયાન તેમની સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો. તેમના હાથ બાંધી દેવામાં આવ્યા હતાં અને સમગ્ર મુસાફરી દરમિયાન બેડીથી બાંધવામાં આવ્યા હતાં, જેને ફક્ત લેન્ડિંગ બાદ જ ખોલવામાં આવ્યું હતું. લોકોના આરોપ વિદેશ સચિવે આ અમાનવીય વ્યવહારને ચિંતાનો વિષય જણાવી આશ્વાસન આપ્યું કે, ભારતીય સરકાર આ મુદ્દાને અમેરિકન અધિકારીઓ સામે ઉઠાવશે.
ભારતની પ્રતિક્રિયા
વિદેશ મંત્રી એસ. જયશંકરે રાજ્યસભામાં જણાવ્યું કે, અમેરિકામાંથી ભારતીયોનો દેશનિકાલ કરવો કોઈ નવી પ્રક્રિયા નથી. 2009થી અત્યાર સુધી 15,668 ગેરકાયદે ભારતીય અપ્રવાસીઓને અમેરિકામાંથી દેશનિકાલ કરવામાં આવ્યા છે. ભલે આ પ્રક્રિયા જૂની હોય પરંતુ, સરકાર એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે કે, અમારા નાગરિકો સાથે નિષ્પક્ષ વ્યવહાર કરવામાં આવે.
વડાપ્રધાન મોદીએ પણ ગેરકાયદે ભારતીયોનો કર્યો ઉલ્લેખ
વડાપ્રધાન મોદીએ પણ અમેરિકામાં ગેરકાયદે ભારતીયો વિશે કહ્યું હતું કે, જે લોકો બીજા દેશોમાં ગેરકાયદે રહે છે તેમને ત્યાં રહેવાનો અધિકાર નથી. ભારત અને અમેરિકા વિશેનો જે સવાલ છે તેને લઈને કહું કહેવા માગું છું કે હું અમારા દેશના લોકોને સ્વીકારવા તૈયાર છું પણ આ વાત અહીં અટકતી નથી. આવા લોકો સામાન્ય પરિવારના હોય છે જેમને ગેરમાર્ગે દોરીને અમેરિકા લઈ જવામાં આવે છે. એટલા માટે આવી હ્યુમન ટ્રાફિકિંગની સિસ્ટમ પર અમેરિકા અને ભારતે સાથે મળીને કાર્યવાહી કરવી પડશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App