મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા: લેન્ડિંગ સમયે પ્લેનનું ટાયર ફાટતાં મુસાફરોમાં ડરનો માહોલ, જુઓ વિડીયો

US Flight News: અમેરિકન એરલાઈનની ફ્લોરિડાથી ફિઓનિક્સ જઈ રહેલી ફ્લાઈટનું રનવે પર ટેક ઓફ પહેલા ધડાકાભેર ટાયર ફાટ્યું હતું. તેના પરિણામે (US Flight News) આગ પણ લાગી ગઈ હતી અને અંદર બેઠેલા 174 પેસેન્જર્સના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.

બુધવારની આ ઘટનામાં ગણતરીની સેકન્ડમાં ફ્લાઈટ ટેકઓફ થાય એ પહેલા જ ટાયરમાં મોટો ધડાકો થયો હતો. જેથી કરીને તણખા જર્યા અને જોતજોતામાં આગ લાગી ગઈ હતી. આ ઘટનાક્રમનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટના અમેરિકન એરલાઈનની ફ્લાઈટ 590 સાથે બની હતી. ટેમ્પા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આ ફ્લાઈટ વહેલી સવારે સ્થાનિક સમય પ્રમાણે 8 વાગ્યે ટેક ઓફ કરવાની હતી. તેની ગણતરીની સેકન્ડ પહેલા પ્લેને રનવે પર પૂર ઝડપ પકડી અને બાદમાં અચાનક જ થોડુ આગળ જતા ટાયરમાં ધમાકો થયો અને તણખા ઝરવા લાગ્યા હતા. આના પરિણામે આગ લાગી હતી અને ધુમાડો આખા રનવે પર ફ્લાઈટના ટાયરમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા.

આ પ્લેન ટાયર ફાટ્યું હતું અને રનવે પર તણખા ઝરી રહ્યા હતા છતાં દોડતું રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ ઘટના બાદ રનવેનાં એન્ડ પરથી પ્લેનને ટેકઓફ કરતા અટકાવી દેવાયું હતું. ત્યારપછી ઈમરજન્સી વ્હિકલ ઘટનાસ્થળે પહોંચી ગયા અને પ્લેનના રાઈટ સાઈડના ટાયરને શું થયું કે અચાનક ફાટી ગયું એની તપાસ કરવા લાગ્યા હતા.

અમેરિકન એરલાઈનનાં સ્પોક પર્સન આલ્ફ્રેડ ગરડુનોએ કહ્યું કે લગભગ 174 પેસેન્જર્સ અને 6 ક્રૂ મેમ્બર્સને કોઈપણ પ્રકારની ઇજા થઈ નથી. બધાને આ ફ્લાઈટમાંથી હેમખેમ ઉતારી દેવામાં આવ્યા છે.

અત્યારે અમે તમામ 174 પેસેન્જર્સને અમારી બીજી ફ્લાઈટમાં બેસાડી તેમના ડેસ્ટિનેશન પર મોકલી દેવાની વ્યવસ્થા કરી હતી. વધુમાં એરલાઈને નિવેદન આપ્યું કે અમારી ફ્લાઈટ 590 સાથે મિકેનિકલ એરર ઘટી હતી. જેના પરિણામે રનવે પર તેનું ટાયર ફાટ્યું, જોકે કોઈને નુકસાન નથી પહોંચ્યું.