સેનિટરી પેડનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે બની શકે છે હાનિકારક? જાણો રિસર્ચમાં થયો ઘટસ્ફોટ

Sanitary pad: દિલ્હી સ્થિત એક એનજીઓ દ્વારા કરાયેલ એક રિસર્ચ અનુસાર, ભારતમાં વેચાતા લોકપ્રિય સેનેટરી નેપકીનમાં હૃદય વિકારો, ડાયાબિટીસ અને કેન્સરથી (Sanitary pad) સંબંધી કેમિકલ હોય છે. ‘ટોક્સીકસ લિંક’ એનજીઓ દ્વારા કરેલ રિસર્ચમાં બજારમાં ઉપલબ્ધ કુલ 10 નમુનામાં 6 અકાર્બનિક અને ચાર કાર્બનિક સેનેટરી પેડમાં થેલેટ અને વાષ્પશીલ કાર્બનિક સંયોજનોની હાજરી જોવા મળી હતી. આ નિષ્કર્ષ ‘ menstrual waste 2022’ નામના એક રિપોર્ટમાં પ્રકાશિત થયો હતો.

સેનેટરી પેડમાં ક્યાં કેમિકલો વપરાય છે?
પેડ્સમાં મળતા કેમિકલ VOCs સૌથી વધુ ચિંતાજનક છે. વાસ્તવમાં આ કેમિકલ સરળતાથી બાષ્પીભવન થાય છે અને વાતાવરણીય હવામાં ઓગળી જાય છે. આ કેમિકલનો વધારે પડતો ઉપયોગ પેન્ટ, ડિઓડોરેન્ટ, એયર ફ્રેશનર, નેલ પોલિશ, કીટનાશક અને ઓટોમોટીવ ઉત્પાદનોમાં થાય છે. આ કેમિકલનું સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થાય છે. રિપોર્ટ મુજબ સેનેટરી પેડમાં ઉપયોગ થતું કેમિકલ તેમાં સુગંધ માટે કરાય છે.

સેનિટરીના ઉપયોગથી જોખમ
ઓવરીમાં કેન્સર
વંધ્યત્વ
હોર્મોનમાં અસંતુલન
ચકામા
વઝાઈનલ એલર્જી
સોજો
પેલ્વિક એરિયામાં સોજો
થાઈરોઈડ
એન્ડોમેટ્રિયમ સાથે સંબંધિત બીમારીઓ

અમેરિકામાં પણ થયો ખુલાસો
વર્ષ 2020 માં પ્રકાશિત એક રિપોર્ટમાં અમેરિકામાં વેચાતા પેડમાં હાનિકારક કેમિકલ્સ હાજર હોય છે તેવો ખુલાસો થયો છે. 2020 માં પ્રકાશિત એક અન્ય રિસર્ચમાં ચીનમાં વેચાતા સેનેટરી પેડ્સ માટે આજ રીતે નિષ્કર્ષ થયો હતો. રિપોર્ટમાં આ 2 રિસર્ચ સિવાય પણ ઘણા એવા અધ્યયન શામેલ કરાયા છે.

સેનેટરી પેડની બદલે શેનો ઉપયોગ કરવો?
લાંબા સમય સુધી સેનેટરી પેડનો ઉપયોગ તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકરક છે, તેથી કોશિશ કરવી કે કોટન ક્લોથ પેડ્સનો ઉપયોગ કરવો જોઈએ, આ વિંગ્સ વાળા અને લીકપ્રૂફ હોય છે. આજકાલ માર્કેટમાં આ પેડ્સ ઘણી ડિઝાઇનમાં ઉપલબ્ધ છે. પોતાને ડ્રેસ અનુસાર પણ તમે પેડ પસંદ કરી શકો છો.