રડતા-રડતા દીકરીએ કહ્યું- રશિયન આર્મી ખાલી ભારતીય યુવતીઓને લઇ ગઈ, અમને નથી ખબર અમારી સાથે શું થશે

રશિયા યૂક્રેનના ડખામાં કેટલાય ભારતીય યુવાનો હેરાન પરેશાન થઈ રહ્યા છે. છેલ્લા પાંચ દિવસથી રશિયા અને યુક્રેનમાં યુદ્ધની પરિસ્થિતિ સર્જાય છે. ત્યારે એક ભારતીય દીકરીનો…

રશિયા યૂક્રેનના ડખામાં કેટલાય ભારતીય યુવાનો હેરાન પરેશાન થઈ રહ્યા છે. છેલ્લા પાંચ દિવસથી રશિયા અને યુક્રેનમાં યુદ્ધની પરિસ્થિતિ સર્જાય છે. ત્યારે એક ભારતીય દીકરીનો વિડીયો વાયરલ થયો છે, જેણે તેની આપવીતી જણાવી છે, કે તેમની સાથે ત્યાં શું શું થઈ રહ્યું છે. અત્યારે ઢગલાબંધ ભારતીય યુવાનો યુક્રેનમાં ફસાયા છે.

ઉત્તર પ્રદેશની લખનઉની વિદ્યાર્થીનીએ જણાવતા કહ્યું છે કે, રશિયન આર્મીએ ઘણી ભારતીય યુવતીઓની ધરપકડ કરી લીધી છે. ગર્વા મિશ્રા નામની દીકરીનો દાવો છે કે રશિયન આર્મીએ ભારતીય યુવતીની ધરપકડ કરી, કયાંક લઇ ગયા છે. ઘણા પ્રયાસો કરવા છતાં કોઇ મદદ ન મળતા, આ વિડીયો બનાવી તેની બહેનપણી કરનાલની રક્ષિતાને મોકલ્યો હતો. આ વીડિયોમાં સાફ દેખાઈ રહ્યું છે કે, દીકરી ખૂબ જ ડરી ગઈ છે અને તેનું જીવન જોખમમાં મુકાયું હોય તેવું લાગી રહ્યું છે.

ગર્વા મિશ્રા જણાવતા કહે છે કે, હું યુપી લખનઉ રહેવાસી છું. ‘હાલ અમે કિવમાં અટવાયા છીએ અને ચારે તરફથી રશિયન આર્મીએ અમને ઘેરી લીધા છે, અમારી મદદ કરવા કોઈ આવતું નથી અને મને નથી લાગતું કે કોઈ પણ અમારી મદદ કરવા આવશે. સાથોસાથ ગર્વા મિશ્રા જણાવતા કહે છે કે, મે એમ્બેસીને પણ ફોન કર્યો હતો, પરંતુ ત્યાં અમારે કોઈ ફોન ઉચકવા તૈયાર જ નથી. જ્યારે અમે લોકો પાસે મદદ માંગી તેમ છતાં કોઈ મદદ કરવા તૈયાર થતું નથી.’

ગર્વા મિશ્રા વધુમાં જણાવતાં કહે છે કે, ‘જ્યારે અમે અહીંથી નીકળવાનો વિચાર કર્યો ત્યારે અમને માલૂમ પડ્યું કે, બસ અને કાર દ્વારા નીકળેલા લોકોને રશિયન આર્મી અટકાવ્યા હતા. તેમાં કેટલા ભારતીય યુવાનો હતા. પરંતુ રશિયન આર્મીએ ગોળીબાર કરીને માત્ર ભારતીય યુવતીઓની ધરપકડ કરી હતી. રશિયન સૈનિકો છોકરીઓને પકડીને લઈ ગયા છે, હવે તે ક્યાં ગયા છે તેની કોઈની જાણ નથી.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *