હિંદુ કેલેન્ડર અનુસાર કારતક વદ એકાદશીને ઉત્પતિ એકાદશી કહેવાય છે. શુક્રવાર, 11 ડિસેમ્બરના રોજ કારતક મહિનાના વદ પક્ષની એકાદશી છે. માન્યતા છે કે, આ તિથિએ એકાદશી નામના દેવી પ્રકટ થયાં હતાં. શુક્રવાર અને એકાદશીના યોગમાં ભગવાન વિષ્ણુ સાથે જ મહાલક્ષ્મીની પૂજા પણ કરવી જોઇએ. હિંદુ ધર્મમાં આ એકાદશીને ખુબ મહત્વ આપવામાં આવે છે. ઉત્પત્તિ એકાદશીના દિવસે ખાસ કરીને એકાદશીના મહાત્મ્ય અને દાનનું વિશેષ મહત્વ રહેલું છે. જે કરવાથી ભાવિકને મોક્ષધામની પ્રાપ્તિ થાય છે. કૃષ્ણ મંદિરોમાં વિશેષ ઉજવણી પણ કરવા માં આવે છે.
એકાદશીએ આ શુભ કામ કરી શકાય છેઃ
આ તિથિએ પૂજા-પાઠ સાથે જ જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન જરૂર કરો. કોઇ મંદિરમાં પૂજન સામગ્રી અર્પણ કરો. ગૌશાળામાં ઘાસ અને ધનનું દાન કરો. હાલ ઠંડીના દિવસો ચાલી રહ્યા છે, આવી સ્થિતિમાં ધાબળા અને ગરમ કપડાનું દાન પણ કરવું જોઇએ.
સતયુગની કથા છે. તે સમયે મુર નામના એક રાક્ષસે સ્વર્ગ ઉપર અધિકાર કરી લીધો હતો. ઇન્દ્રની મદદ માટે વિષ્ણુજીએ મુર દૈત્ય સાથે યુદ્ધ કર્યું. યુદ્ધના કારણે વિષ્ણુજી થાકી ગયાં. આ કારણે તેઓ બદ્રિકાશ્રમની એક ગુફામાં આરામ કરવા માટે જતાં રહ્યાં. ભગવાન પાછળ મુર દૈત્ય પણ પહોંચી ગયો.
વિષ્ણુજી સૂઇ રહ્યા હતાં, ત્યારે મુરે તેમના ઉપર પ્રહાર કર્યો, પરંતુ ત્યાં એક દેવી પ્રકટ થયા અને તેમણે મુર દૈત્યનો વધ કર્યો. જ્યારે વિષ્ણુજીની ઊંઘ પૂરી થઇ ત્યારે દેવીએ સંપૂર્ણ ઘટનાની જાણકારી આપી. ત્યારે વિષ્ણુજીએ દેવીને વરદાન માંગવા માટે કહ્યું. દેવીએ માંગ્યું કે આ તિથિએ જે લોકો વ્રત-ઉપવાસ કરશે, તેમના પાપ નષ્ટ થઇ જાય, બધાનું કલ્યાણ થાય. ત્યારે ભગવાને તે દેવીને એકાદશી નામ આપ્યું. આ તિથિએ જ એકાદશી ઉત્પન્ન થયા હતાં, એટલે તેને ઉત્પતિ એકાદશી કહેવામાં આવે છે.
એક મત મુજબ એવું પણ કહે છે કે ભગવાન નારાયણે બદ્રીનાથ તીર્થક્ષેત્રમાં એકાદશીની ઉત્પત્તિ કરી હતી. જેઓ આ એકાદશીનું વ્રત કરે છે, તેઓ કાયિક, વાચિક અને માનસિક પાપમાંથી મુક્ત બને છે.
અષ્ટમી એકાદશી, ષષ્ડિ, તૃત્યા અને ચતુર્દશી, એ જો પૂર્વ તીથીથી બંધાયેલી હોય, તો એમાં વ્રત ન કરવું જોઇએ. પરિવર્તિની તિથિથી મુકત હોય ત્યારે જ એમા ઉપવાસનું વિધાન છે. પહેલા દિવસે દિવસમાં અને રાતમાં પણ એકાદશી હોય ! તથા બીજા દિવસે માત્ર સવારે એક પ્રહર એકાદશી રહે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle