મુસ્લિમ યુવતીએ ધર્મની સીમા ઓળંગી હિંદુ યુવક સાથે કરી લીધા લગ્ન- ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર આપે તેવી છે બંનેની લવસ્ટોરી

આઝમગઢ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના આઝમગઢ (Azamgarh)માં એક અનોખી લવસ્ટોરીની ચર્ચા સમગ્ર વિસ્તારમાં ફેલાય ગઈ છે. અહીં એક મુસ્લિમ યુવતીએ હિંદુ ધર્મ (Hindu religion) અપનાવીને…

આઝમગઢ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના આઝમગઢ (Azamgarh)માં એક અનોખી લવસ્ટોરીની ચર્ચા સમગ્ર વિસ્તારમાં ફેલાય ગઈ છે. અહીં એક મુસ્લિમ યુવતીએ હિંદુ ધર્મ (Hindu religion) અપનાવીને તેના પ્રેમી સાથે લગ્ન કર્યા હતા. હવે આ નવયુગલને લગ્ન તૂટવાનો ડર લાગી રહ્યો છે. મળતી માહિતી અનુસાર, મંદિરમાં હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા બાદ હવે નવદંપતી ટૂંક સમયમાં કોર્ટ મેરેજ કરશે.

કહેવામાં આવી રહ્યું છે કે સૂરજ કોર્ટ મેરેજ માટે તેની પત્નીના દસ્તાવેજ કરાવવામાં વ્યસ્ત છે. હિંદુ ધર્મ અપનાવનાર મોમીન ખાતૂનમાંથી મીના બન્યા બાદ હવે નવી ઓળખ બનાવવા માંગે છે. સુત્રો જણાવે છે કે મીનાનું આઈડી પ્રુફ બને કે તરત જ બંને નવદંપતી કોર્ટમાં લગ્ન કરી લેશે. હાલમાં સૂરજ અને મીના બંને લગ્ન બાદથી પોતાને સુરક્ષિત રાખવા માટે ઘરમાં કેદ છે.

આ પેહલા, એક વિશેષ સમુદાયના સંગઠન આ દંપતીથી વિરુદ્ધ હતું. વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના જિલ્લા મહાસચિવ ગૌરવ સિંહે સુરક્ષાની જવાબદારી લીધી છે. મામલો સામે આવ્યા બાદ વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મહાસચિવ આ મામલે પોલીસ અધિક્ષક સાથે મળીને નવપરિણીત યુગલને સુરક્ષા આપવાની વાત કરી છે.

સમગ્ર મામલો અતરૌલીયા પોલીસ સ્ટેશન વિસ્તારના ખાનપુર ફતેહ ગામનો છે. મળતી માહિતી મુજબ, અતરૌલીયા વિસ્તારના ખાનપુર ફતેહ ગામમાં રહેતા સૂરજને બે વર્ષ પહેલા હૈદરપુર ખાસ ગામની મુસ્લિમ યુવતી મોમિન ખાતૂન સાથે પ્રેમ થયો હતો. જ્યારે બંનેનો પ્રેમ વધ્યો, ત્યારે તેઓ તેમના પરિવારના સભ્યોથી છુપાયને ગુપ્ત રીતે મળવા લાગ્યા અને સાથે રહેવા અને સાથે મરવાની પ્રતિજ્ઞા લેવા લાગ્યા. પરંતુ જ્યારે યુવતીના પરિવારને આ વાતની જાણ થઈ તો તેઓએ ધર્મના કારણે વાંધો ઉઠાવવાનું શરૂ કર્યું, જ્યારે પ્રેમીના પરિવારજનોને કોઈ વાંધો નહોતો.

હિંદુ રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા:
માત્ર આ જ નહીં, પ્રેમિકાના સંબંધીઓએ પણ પ્રેમી અને તેના પરિવારના સભ્યો પર ઇસ્લામ ધર્મ અપનાવવા દબાણ કર્યું હતું. પરંતુ પ્રેમિકાએ ના પાડી હતી. આ દરમિયાન બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો અને ધર્મના માર્ગમાં આવતી દિવાલ તોડવાનું નક્કી કર્યું. બંનેએ આજે ​​આ વિસ્તારના મંદિરમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. આ દરમિયાન છોકરાના ઘરના લોકો અને વિસ્તારના ઉચ્ચ વર્ગના લોકો હાજર હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *