BIG BREAKING NEWS: રાજ્ય સરકારનો મોટો નિર્ણય- જનતાને રાત્રી કર્ફ્યુંમાંથી આપવામાં આવી છૂટ

દેશમાં ધીમે ધીમે કોરોના(Corona)ના વાયરસના કેસો ઘટી રહ્યા છે. ત્યારે હવે કોરોના વાયરસના કેસોમાં થયેલા ઘટાડાને જોતા ઉત્તરપ્રદેશ(Uttar Pradesh) સરકારે રાજ્યમાં નાઇટ કર્ફ્યુ(Night curfew) હટાવવાનો…

દેશમાં ધીમે ધીમે કોરોના(Corona)ના વાયરસના કેસો ઘટી રહ્યા છે. ત્યારે હવે કોરોના વાયરસના કેસોમાં થયેલા ઘટાડાને જોતા ઉત્તરપ્રદેશ(Uttar Pradesh) સરકારે રાજ્યમાં નાઇટ કર્ફ્યુ(Night curfew) હટાવવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યુ હટાવવાની જાહેરાત કરવામાં આવી છે. કોરોનાને કારણે રાજ્યમાં રાતના 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ હતો.

ઉત્તર પ્રદેશના અધિક મુખ્ય સચિવ અવનીશ કુમાર અવસ્થી વતી તમામ વિભાગીય કમિશનરો, પોલીસના અધિક મહાનિર્દેશકો, પોલીસ મહાનિરીક્ષકો અને પોલીસ કમિશનરો અને જિલ્લા અધિકારીઓને રાત્રિ કર્ફ્યુ સમાપ્ત કરવાના આદેશો જારી કરવામાં આવ્યા છે.

છેલ્લા કેટલાક મહિનાઓથી ઉત્તરપ્રદેશમાં કોરોના સંક્રમણ ખુબ જ ઘટી ગયું છે, મંગળવારે જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, સોમવાર 18 ઓક્ટોબરે ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસના માત્ર 12 નવા કેસ નોંધાયા હતા અને માત્ર 118 સક્રિય કેસ જ રાજ્યમાં હતા. સોમવાર સુધી ઉત્તર પ્રદેશના 75 માંથી 72 જિલ્લા સંપૂર્ણપણે કોરોના મુક્ત થઈ ગયા હતા.

કેસોમાં ઘટાડો થવા છતાં ઉત્તર પ્રદેશમાં કોરોનાના ટેસ્ટમાં ઘટાડો થયો નથી. સોમવારે રાજ્યભરમાં 1.27 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોના સામેની લડાઈમાં રસીકરણ પણ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. રવિવાર સુધી ઉત્તર પ્રદેશમાં 12 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી હતી. ઉત્તર પ્રદેશમાં દેશભરમાં રસીની સૌથી વધુ સંખ્યા છે.

જણાવી દઈએ કે યુપીમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ ચાલુ રાખવામાં આવ્યો હતો. બુધવારે તેને પણ નાબૂદ કરવામાં આવ્યો છે. યુપીમાં રાત્રિ કર્ફ્યુ સમાપ્ત કરવાની સાથે સાથે સાવચેતીના આદેશો પણ જારી કરવામાં આવ્યા છે.

ભારતમાં રસીકરણનો આંકડો 100 કરોડને પાર:
કોરોનાવાયરસ મહામારીને રોકવા માટે “વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન” શરૂ કર્યાના નવ મહિના પછી, ભારતે આજે 1 અબજ અથવા 100 કરોડ ડોઝ પૂર્ણ કર્યા છે. 100 કરોડ રસીકરણનો આંકડો પૂર્ણ કર્યા બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કર્યું કે, ભારતને અભિનંદન. આ સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વનું પરિણામ છે. જણાવી દઈએ કે, કેન્દ્ર સરકાર તહેવારની તૈયારી કરી રહી છે તેને “મોટી સિદ્ધિ” તરીકે લઈ રહી છે. દેશનો સૌથી મોટો ખાદી તિરંગો 100 કરોડ રસી ડોઝ પૂર્ણ થયા બાદ લાલ કિલ્લા પર ફરકાવવામાં આવશે. આ તિરંગાની લંબાઈ 225 ફૂટ અને પહોળાઈ 150 ફૂટ છે અને તેનું વજન આશરે 1,400 કિલો છે. અધિકારીએ કહ્યું કે 2 ઓક્ટોબરે ગાંધી જયંતી પર લેહમાં આ જ તિરંગો ફરકાવવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *