BIG NEWS: અનન્યા પાંડેના ઘરે NCBના દરોડા, આર્યન ખાનની વોટ્સએપ ચેટમાં સામે આવ્યું હતું નામ

મનોરંજન(Entertainment): બોલીવુડ અભિનેત્રી(Bollywood actress) અનન્યા પાંડે(Ananya Pandey)ના ઘરે NCBના દરોડા પડવાના સમાચાર આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, તેના બાંદ્રાના ઘરમાં દરોડા પાડવામાં આવ્યા છે. આ…

મનોરંજન(Entertainment): બોલીવુડ અભિનેત્રી(Bollywood actress) અનન્યા પાંડે(Ananya Pandey)ના ઘરે NCBના દરોડા પડવાના સમાચાર આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, તેના બાંદ્રાના ઘરમાં દરોડા પાડવામાં આવ્યા છે. આ સાથે જ એનસીબીની ટીમ પણ શાહરૂખ ખાન(Shah Rukh Khan)ના ઘરે પહોંચી છે. મુંબઈ હાઈકોર્ટે(Mumbai High Court) આર્યનના જામીન માટે આજે 26 ઓક્ટોબરનો સમય આપ્યો છે. આ પછી NCBની ટીમ એક્શનમાં આવી છે એવા અહેવાલો હતા કે, એનસીબીએ આર્યન ખાન સાથે કેટલીક નવી અભિનેત્રી સાથે ચેટ કરી હતી.

ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ની તપાસનો વ્યાપ બોલિવૂડમાં વધી રહ્યો છે. એનસીબીની એક ટીમ ગુરુવારે સવારે બાંદ્રામાં બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેના ઘરે તપાસ માટે પહોંચી હતી અને ચારથી પાંચ કલાકની તપાસ બાદ રવાના થઈ હતી. એનસીબીની ટીમે અનન્યાના ઘરેથી કેટલીક વસ્તુઓ પણ તેમની સાથે લીધી છે, પરંતુ તે શું છે તે જાણી શકાયું નથી.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેના ઘરે દરોડા પાડ્યા છે. ડ્રગ્સ કેસની પૂછપરછ માટે એનસીબીના અધિકારીઓ અનન્યા પાંડેના ઘરે પહોંચ્યા હતા. અધિકારીઓએ અનન્યા પાંડેના ઘરની પણ તલાશી લીધી હતી. એવું માનવામાં આવે છે કે બોલીવુડ અભિનેત્રી જેના વિશે આર્યન ખાનની ડ્રગ્સ ચેટમાં સમાચાર આવ્યા હતા તે અનન્યા પાંડે હતી. જોકે હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી. હાલમાં એનસીબીએ અનન્યા પાંડેને આજે 2 વાગ્યે ડ્રગ્સ કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવી છે.

અનન્યા પાંડે અભિનેતા ચંકી પાંડેની પુત્રી છે અને તેણે કરણ જોહરની ફિલ્મ ‘બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ થી ડેબ્યૂ કર્યું હતું. કોર્ટમાં, જે અભિનેત્રી સાથે એનસીબીએ આર્યન ખાનની ડ્રગ ચેટનો દાવો કર્યો હતો તે અનન્યા પાંડે હોવાનું કહેવાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *