એક જ યુવકે ભાજપને 8 વાર વોટ આપવાની ઘટનામાં ચૂંટણી પંચે કરી મોટી કાર્યવાહી: જાણો જલ્દી

BJP Bogus Voting in UP: સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ રાજકીય અને વહીવટી તંત્રમાં હલચલ મચાવી દીધી છે. આ વીડિયો ફર્રુખાબાદ લોકસભા સીટ હેઠળના અલીગંજ વિધાનસભા ક્ષેત્રમાં એક બૂથ પર બતાવવામાં આવ્યો હતો. જેમાં એક યુવક ભાજપને આઠ વખત વોટ આપ્યા બાદ પોતાનો વીડિયો બનાવી રહ્યો છે. પોતાના એક્સ એકાઉન્ટ(BJP Bogus Voting in UP) પર આ વીડિયો પોસ્ટ કરતી વખતે સપાના વડા અખિલેશ યાદવે લખ્યું કે, જો ચૂંટણી પંચને લાગે છે કે આ ખોટું થયું છે તો તેણે ચોક્કસ પગલાં લેવા જોઈએ, નહીં તો…. આ મામલે નયાગાંવ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ વીડિયોને લઈને વિવાદ ઊભો થયા બાદ મુખ્ય ચૂંટણી અધિકારી નવદીપે યુવક વિરુદ્ધ એટામાં કેસ દાખલ કર્યો છે. તેમજ પોલિંગ ટીમને સસ્પેન્ડ કરવા અને શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવા સૂચના આપવામાં આવી છે. આ સિવાય સંબંધિત મતદાન મથકમાં ફરીથી મતદાન કરાવવાની ભલામણ ECIને કરવામાં આવી છે.

અલીગંજ વિધાનસભા ક્ષેત્રમાં 13 મેના રોજ મતદાન થયું હતું. રવિવારે કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં એક યુવક બૂથની અંદર ઈવીએમ પર ભાજપને વોટ કરતો વીડિયો વારંવાર બનાવી રહ્યો છે. તેમજ તે દરેક વખતે જણાવે છે કે તેણે કયા સમયે વોટ કર્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે એક પછી એક આ રીતે આઠ વખત મતદાન કર્યું છે.

કોંગ્રેસ, નેશનલ યુથ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટીએ પણ પોતપોતાના એક્સ એકાઉન્ટમાંથી વીડિયો પોસ્ટ કર્યો છે. ECISweep અને CEO યુપીને ટેગ કરીને સમાજવાદી પાર્ટીએ લખ્યું, અમે શરૂઆતથી જ કહી રહ્યા છીએ કે ચૂંટણી પંચ ભાજપના ઈશારે કામ કરી રહ્યું છે અને ખુલ્લેઆમ ભાજપની તરફેણમાં અપ્રમાણિક કૃત્યો કરી રહ્યું છે. આ તમામની તપાસ કરીને કાર્યવાહી થવી જોઈએ.

સપા વડાએ તો ત્યાં સુધી લખ્યું કે ભાજપની બૂથ કમિટી વાસ્તવમાં લૂંટ કમિટી છે. સીઈઓ યુપીએ આ મામલાની સંજ્ઞાન લીધી અને ડીએમ ઈટાહને કાર્યવાહી કરવા સૂચના આપી. ડીએમના નિર્દેશ પર નયાગાંવ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ચૌધરીએ જણાવ્યું હતું કે એક યુવકનો એક કરતા વધુ વખત મતદાન કરવાનો વીડિયો તેમના ધ્યાન પર આવ્યો છે. રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. તેમજ તેણે કયા દસ્તાવેજોના આધારે આ કૃત્ય કર્યું તેની તપાસ કરવામાં આવી રહી છે.