Uttar Pradesh Hit and Run: ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડા વેસ્ટમાં ફરી એક વખત ફુલ સ્પીડે જતી કારે આતંક મચાવ્યો છે. પૂરપાટ ઝડપે આવતી જેગુઆર કારે 14 વર્ષના વિદ્યાર્થીને ટક્કર મારી છે. આ દુર્ઘટનામાં વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થઈ ગયો છે. તેનો ઈલાજ (Uttar Pradesh Hit and Run) ચાલી રહ્યો છે. ઘાયલ વિદ્યાર્થીના પિતાએ બીસરખ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપી છે. આ ઘટના સ્ટેલર જીવન સોસાયટી પાસે બની હતી.
શું છે મામલો?
પ્રાપ્ત થતી જાણકારી અનુસાર ગુરુવારની સવારે લગભગ છ વાગ્યે સ્ટેલર જીવન સોસાયટી પાસેના સર્વિસ રોડ પર દોડી રહેલ 14 વર્ષે વિદ્યાર્થી નીરજ ને પુરપાટ ઝડપે આવતી જેગુઆર કારે જોરદાર ટ\ક્કર મારી હતી. ટક્કર લાગ્યા બાદ ડ્રાઈવર ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. વિદ્યાર્થીને માથા અને છાતીના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી છે અને તેનો ઈલાજ એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે વિદ્યાર્થીની હાલત ગંભીર છે.
વિદ્યાર્થીના પિતાએ બીસરખ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે તેનો દીકરો સવારે દોડવા માટે નીકળ્યો હતો એવામાં ફૂલ સ્પીડમાં આવતી જેગુઆર કારે તેને પાછળથી આવીને ટક્કર મારી દીધી હતી. તેનો દીકરો હોસ્પિટલમાં દાખલ છે. તેને ગંભીર ઈજાઓ પહોંચી છે.
તેમજ પોલીસે જણાવ્યું હતું કે ગુરૂવારના રોજ સવારે 6:00 વાગે સ્ટેલર જીવન સોસાયટી પાસે એક 14 વર્ષના છોકરાને જેગુઆર કારે ટક્કર મારી હતી. છોકરાને ગંભીર જાઓ પહોંચી છે અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કારચાલકને જેલ ભેગો કરવામાં આવ્યો છે. ગાડી પણ જપ્ત કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નોઈડા અને ગ્રેટર નોઈડામાં છાશવારે એકસીડન્ટની ઘટનાઓ સામે આવે છે. તેમાં મોટાભાગે એક્સિડન્ટ વાહન ચાલકની લાપરવાહી અને વધારે પડતી ઝડપને કારણે થાય છે. કડક કાયદાકીય કાર્યવાહી કરવા છતાં પણ તેમના પર અંકુશ લાવી શકાયો નથી. હવે આવા ઈસમોને કાબુમાં લેવા માટે કડક કાયદાની જરૂરિયાત છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App