કોરોના વચ્ચે દરેક રાજ્યોના લોકો ચારધામની યાત્રા પર જઈ શકશે- પણ કરવું પડશે આ મહત્વનું કામ

હાલમાં આખાં વિશ્વમાં કોરોનાની ભયંકર મહામારી ચાલી રહી છે. જેને કારણે લાખો લોકોનાં મોત પણ થઈ ચૂક્યાં છે. જેને લઈને લોકડાઉન બાદ હવે લોકોને અવરજવર કરવાં માટેની મંજુરી આપી દીધેલ છે, ત્યારે ઘણાં લોકો ચારધામની યાત્રા કરવાં માટે સરકારે આપેલ અમુક નિયમોનું પાલન કરવું ફરજીયાત બન્યું છે.

ઉત્તરાખંડ સરકાર દ્વારા દેશભરમાંથી આવનારા શ્રદ્ધાળુઓની માટે ઉત્તર કાશીના ગંગોત્રી, યમનોત્રી, રૂદ્રપ્રયાગના કેદારનાથ તથા ચમોલીના બદ્રીનાથ સ્થિતનાં ચારધામના દરવાજા ખોલી નાંખવામાં આવ્યાં છે. આની માટે તમામ રાજ્યના શ્રદ્ધાળુઓએ ઉત્તરાખંડ સરકારની શરતોનું પાલન પણ કરવાનું રહેશે.

ચારધામ દેવસ્થાનમ પ્રબંધન બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, તે અંતર્ગત પ્રથમ શરત તો એ છે, કે શ્રદ્ધાળુઓએ આગમનના કુલ 72 કલાક અગાઉ કોવિડ-19નો ટેસ્ટ પણ કરવાનો રહેશે. ટેસ્ટ નેગેટિવ આવે તો જ તેમને ઓનલાઈન પરવાનગી મળશે.આ બાબતે ચારધામ દેવસ્થાનમ પ્રબંધન બોર્ડના સીઈઓ રવિનાથ રમણે જણાવતાં કહ્યું, કે શ્રદ્ધાળુઓએ ટેસ્ટ રિપોર્ટ પોતાની સાથે જ આવે ત્યારે લાવવાનો રહેશે. યાત્રા દરમિયાન ફોટો આઈડી પણ સાથે રાખવાનો રહેશે.

જે શ્રદ્ધાળુઓ કુલ 72 કલાક અગાઉ ટેસ્ટ નહીં કરાવે અને ચારધામ યાત્રા કરવા માંગતા હોય તેમને પહેલાં સપ્તાહનાં કુલ 7 દિવસ પોતાના ખર્ચે જ હોટલમાં કોરેન્ટાઈન થવું પડશે ત્યારપછી જ દર્શન કરવા માટે જઇ શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *