યાત્રા ધામ અંબાજીમાં ચમત્કારિક ઘટના બની ગઇ. અંબાજી મંદિરથી બે કિલોમીટર દૂર ગબ્બરના પહાડ આવેલી ગુફામાં અંબામાતાનું આદિસ્થાન મનાય છે. અહીં ગબ્બર પર અખંડ જ્યોત વર્ષોથી છે. અહીં એક ચમત્કાર જોવા મળ્યો છે. આ અખંડ જ્યોતમાં મા અંબાની સવારી એવા વાઘના દર્શન થયા હતાં.
પૂનમના દિવસે હજારો લોકો અંબાજી દર્શને આવતા હોય છે, ત્યારે શનીવારે પૂનમના દિવસે અંબાજીથી બે કિલોમીટર દુર આવેલા પવિત્ર ગબ્બર પર સવારની આરતીના સમયે અખંડ જ્યોતમાં સાક્ષાત વાઘના દર્શન થયા. આ દ્રશ્ય જોઈ ભક્તો ભાવ વિભોર થઈ ગયા.
કેટલાક લોકોએ આ ઘટનાનો વીડિયો પણ ઉતાર્યો. આ વીડિયો હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવામાં આવતી જ્યોતમાં સાક્ષાત વાઘનું સ્વરૂપ જોવા મળી રહ્યું છે
આ વીડિયોમાં વાઘાં બે આંખ, કાન, મોઢુ જોવા મળી રહ્યું છે.
ગબ્બરનું ધાર્મિક મહત્વ હિન્દુ આસ્થાળુઓ માટે ઘણું છે. અને જ્યાં આસ્થા હોય ત્યાં પુરાવાનું કોઈ જ મહત્વ નથી હોતું. જેને લઈ જેમ જેમ વીડિયો વાયલ થઈ રહ્યો છે તેમ તેમ ભક્તો કૂતુહલતા સાથે ભાવ વિભોર થઈ રહ્યા છે.