વડોદરા(Vadodara): જો વાત કરવામાં આવે તો રાજકોટની તાંત્રિક વિધિમાં દંપતીએ પોતાના માથા હોમી દેવાની ઘટનાએ ગુજરાતને હચમચાવી નાખ્યું છે. ત્યારે હવે આજે વડોદરાની પણ એક તાંત્રિક વિધિની ઘટના સામે આવતા ફફડાટ મચી જવા પામ્યો છે. આ તાંત્રિક વિધિની ઘટનામાં ભાવનગરના તાંત્રિક કશ્યપ બાપુએ બે યુવાન સંતાનોની માતાને ત્રણ વર્ષ પત્ની બનાવીને રાખીને વારંવાર દુષ્કર્મ આચર્યું છે.
મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં તાંત્રિક વિધિના બહાને દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ મહિલાએ દાખલ કરાવી છે. જે બાદ ગોત્રી પોલીસ દ્વારા આરોપી પતિની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તમારે કપડાં કાઢવા પડશે ત્યારબાદ પૈસાનો વરસાદ થશે એમ કહી તાંત્રિકે મહિલાને વિશ્વાસમાં લઇ લીધી હતી.
આ તાંત્રિક વિધિની ઘટનાની ફરિયાદ અંગે મહિલાએ પોલીસને જણાવતા કહ્યું છે કે, ફેબ્રુઆરી 2020માં હું મારા પિતાને ત્યાં ગઇ ત્યારે પિતાના એક મિત્રએ આ તાંત્રિક સાથે મુલાકાત કરાવી હતી. એ ભાઇ દ્વરા મને બીજા દિવસે ખોડિયાર નગર બોલાવી જ્યોતિષ કશ્યપ બાપુ સાથે પરિચય કરાવવામાં આવ્યો હતો. ત્રીજા દિવસે કશ્યપ બાપુએ ફોન કરીને એક દિવસ રોકાવાની વ્યવસ્થા કરવાનું કહ્બ્યું હતુ. જેથી હું તે તાંત્રિકને ગોત્રી તળાવ પાસે રહેતા મારા માનેલા ભાઇને ત્યાં લઇ ગઇ હતી. કશ્યપે સાંજે મને જમવાનું કઈને બોલાવી હતી અને તમારી એક વિધિ કરવી પડશે તેમ કહી મારા ભાઇને બહાર મોકલી દેવામાં આવ્યો હતો.
આ સાથે મહિલાએ પોતાની વ્યથા જણાવતા કહ્યુ હતું કે, કશ્યપે મારા બંને હાથ પકડી લક્ષ્મીનું બંધારણ છે, થોડું નડતર આવે છે એટલે તમારે કપડાં કાઢવા પડશે તેમ કહ્યુ હતુ. પરંતુ આ સાંભળતા મેં તેનો વિરોધ કર્યો હતો અને તેણે કહ્યું હતું કે, વિધિ તો ચાલુ થઇ ગઇ છે. હું કહું છું તેમ જો નહિં કરો તો બીજી વસ્તુઓ તમારા શરીરમાં આવી જશે. જેથી મેં કપડાં કાઢ્યા હતા અને તેણે મારી પર દુષ્કર્મ ગુજાર્યો આચર્યું હતું.
ફરિયાદમાં જણાવતા કહ્યું છે કે, મહિલાએ તેને એમ પણ કહ્યું હતું કે, તમે મારા પુત્રની ઉંમરના છો. તો પણ તેણે કાંઇ મારું સાંભળ્યુ ન હતું. તેણે મારી પર દુષ્કર્મ આચર્યું હતું અને હવે આપણે પતિ-પત્ની બની ગયા છે તેમ કહ્યું હતું. ઓક્ટોબર-22માં તાંત્રિકના ખર્ચાથી મહિલાનું અંડાશયનું ઓપરેશન કરાવવામ અવાયું હતું અને ખોડિયારનગરમાં રહેતાં કશ્યપના મિત્રને ત્યાં પતિ-પત્નીની જેમ બન્ને રહેતાં હતાં.
મહત્વનું છે કે, ઓપરેશન માટે બીજા લોકો પાસેથી પૈસા લીધા છે અને લોકો રુપિયા માગી રહ્યા તેમ જણાવી તે મહિલાને છોડી ભાગી ગયો હતો. ત્યારે મહિલાની ફરિયાદના આધારે ગોત્રી પોલીસ દ્વારા કશ્યપ બાપુ સામે ઇપીકો 376 મુજબનો ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.