પેસ મેકર સાથે ગયા વર્ષે એવરેસ્ટ ચઢનારી પ્રથમ મહિલાનું નિધન, બીજી વાર ચઢવા જતા આ રીતે મળ્યું મોત

Death of Suzanne Jesus: જો વાત કરવામાં આવે તો સેલવાસ (Silvassa)ના ઝંડાચોક ઈંગ્લિશ મીડિયમ શાળાની 59 વર્ષીય શિક્ષિકા સુઝાન જીસસ (Suzanne Jesus) રહેતા એવરેસ્ટ બેસ…

Death of Suzanne Jesus: જો વાત કરવામાં આવે તો સેલવાસ (Silvassa)ના ઝંડાચોક ઈંગ્લિશ મીડિયમ શાળાની 59 વર્ષીય શિક્ષિકા સુઝાન જીસસ (Suzanne Jesus) રહેતા એવરેસ્ટ બેસ કેમ્પ (Everest Base Camp)ની યાત્રા કરનાર પ્રદેશની પ્રથમ પેસમેકર મહિલા (The first pacemaker woman) હતી. મળતી માહિતી અનુસાર, જે આ વર્ષે પણ એવરેસ્ટને સર કરવા માટે ગઇ હતી. થોડા દિવસ અગાઉ એમની તબિયત લથડતા બેસ કેમ્પમાં 6 દિવસથી સારવાર પછી વધુ તબિયત લથડવાને કારણે 18મેના રોજ મળસ્કે પાંચ વાગ્યે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, સુઝાન જીસસ આ વર્ષે પણ માઉન્ટ એવરેસ્ટની સફરે નીકળી હતી જેઓ છ દિવસ અગાઉ બેસ કેમ્પ પાસે શિબિરમા બીમાર પડી હતી. ગ્લેશિયર હિમાલય ટ્રેક્સના નિર્દેશક દા ડેંડી શેરપાના જણાવ્યા મુજબ સુઝાન જીસસને લુકલા સ્થિત હોસ્પીટલમા સારવાર માટે દાખલ કરવામા આવેલ હતી અને સુઝાન બેસ કેમ્પ છોડવાનો ઇન્કાર કરતી હતી. સુઝાનને કોઈપણ કિંમતે માઉન્ટ એવરેસ્ટ પર ચડવુ હતુ પરંતુ એમની તબિયત વધુ બગડતા સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

વાત કરવામાં આવે તો સુઝાનને સાઉથ નોર્થ, ઇસ્ટ, જમ્મુ કાશ્મીર અને લડાખના પહાડી રસ્તાઓ પર ગાડી ચલાવવાનો શોખ બની ગયો હતો. 23મે 2022ના રોજ ગોરકશેપથી નીકળી એવરેસ્ટ બેસ કેમ્પ પહોંચી સિદ્ધિ હાંસિલ કરી હતી. આ રીતે એવરેસ્ટ બેસ કેમ્પ પૂર્ણ કરનાર તેઓ પ્રથમ મહિલા બની જે પેસમેકર પર જીવતી હતી.

પરંતુ, એવરેસ્ટ શિખર સરના કરવાના બીજા પ્રયાસમાં તેમની તબિયત લથડતાં ગુરૂવારના રોજ સવારે તેમનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં જ નીપજ્યું હતું. આ સમાચાર મળતા પ્રદેશના લોકોમા દુઃખની લાગણી જોવા મળી હતી અને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ અર્પણ કરવામા આવી હતી.

મહત્વનું છે કે, વર્ષ 2004મા એમના પિતાજી ફેફસામા કેન્સરની બીમારી થઇ હતી જેના ઈલાજ માટે સાત મહિનામા 35 વાર સેલવાસથી મુંબઈ કાર લઈને ગઈ હતી. તેમ છતા પણ તેમના પિતાને બચાવી શકી ના હતી જેના કારણે તેઓ દુઃખી થઇ ગયા હતા. વર્ષો સુધી એમણે ઘણી દવાઓ ખાધી અને એની અસર એમના સ્વાસ્થ્ય પર થઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *