વડોદરા માં ગઈકાલે એક જ પરિવારના 6 લોકોના આત્મહત્યાનો કિસ્સો હજી ચર્ચામા છે. આ દરમિયાન બીજો અજીબ કિસ્સો બન્યો છે. એક કન્યાના લગ્નપ્રસંગ બાદ આજે તેની વિદાય હતી, જ્યાં કન્યાનું મૃત્યુ (bridal death) નિપજ્યું છે. પ્રાથમિક તપાસમાં કન્યાને કોરોના હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ કોરોના મહામારીનો વ્યાપ વધી રહ્યો છે. આ જોતા ગુજરાતના અનેક શહેરોમાં કોરોનાના કેસ વધતા જોવા મળ્યા છે. લોકોમાં સંક્રમણ વધી રહ્યું છે. આ દરમિયાન ગુજરાતમાં એક દુઃખદ બનાવ બન્યો છે. જેમાં એક કન્યાની વિદાય વેળાએ તેનું મોત નિપજ્યું છે.
બન્યું એમ હતું કે, એક પરિવારમાં લગ્ન પ્રસંગ હતો. ત્યારે લગ્નનો પ્રસંગ ગણતરીના કલાકોમાં જ માતમમાં ફેરવાઈ ગયો હતો. ગઈકાલે રાત્રે લગ્ન સમારોહ યોજાયો હતો. ત્યારબાદ આજે સવારે કન્યા વિદાયનો પ્રસંગ યોજાયો હતો. પરંતુ વિદાય વખતે જ કન્યાને ચક્કર આવ્યાં. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં કન્યાને મૃત જાહેર કરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં, કન્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે સમગ્ર મામલે હજી પરિવાર દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. કારણ કે, કન્યાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેના પરિવારમાં પણ સંક્રમણ વધે તેવુ દેખાઈ રહ્યું છે. જેથી હાલ તંત્ર દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટના વડોદરાની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle