એ…એ…એ…ગયો! પાલિકાની બેદરકારીના લીધે બાઈકચાલક ખાડામાં ઊંધા માથે પટકાયો, જુઓ વિડીયો

Vadodara Accident Video: વડોદરા જિલ્લામાં ડભોઇ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે ખાડો ખોદયા બાદ તેને બેરીકેટ કરવામાં નહીં આવતા પસાર થઈ (Vadodara Accident Video) રહેલા એક બાઈક સવાર આધેડ આ ખાડામાં ખાબકયા હતા. જેમને ગંભીર ઈજા પહોંચી છે. આ ઘટના નજીકમાં લાગેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

ડભોઇ નગરપાલિકાની ઘોર બેદરકારી
છાશવારે નગરપાલિકાઓની બેદરકારીઓ જોવા મળતી હોય છે. તેવામાં વધુ એક વખત વડોદરા જિલ્લાના ડભોઇ નગરપાલિકાની ઘોર બેદરકારી જોવા મળે છે વિકાસના કામોને વેગ તો આપવામાં આવી રહ્યો છે.

પરંતુ આ વિકાસના કામોમાં પણ આજે આડેધડ થતી કામગીરીમાં નાગરિકોના જીવને જોખમ ઊભું થતું હોય છે. ત્યારે આવો જ એક જીવને જોખમ ઊભું કરનારો કિસ્સો વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં બન્યો છે. આ ઘટનામાં ડભોઇ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે.

સીસીટીવી કેમેરામાં કેદ થયા દ્રશ્યો
ડભોઇમાં તાઈવગા વિસ્તારમાં પસાર થઈ રહેલા એક બાઈક સવાર આધેડ પાલિકાએ ખોદેલા ખાડામાં ખાબક્યા હતા. મુખ્ય રસ્તા ઉપર પાલિકાએ ખોદયો તો ખરો ખાડો, પરંતુ તેની આજુબાજુમાં બેરીકેટ કરવામાં આવ્યું નથી. જેના કારણે આ બાઈક સવાર આખોદેલા ખાડામાં પડ્યા હતા. સર્જાયેલા અકસ્માતમાં આધેડને ગંભીર ઇજાઓ પહોંચી છે. જ્યારે ખાડામાં પડેલા બાઇક સવાર આધેડના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.