Vadodara gang rape case: વડોદરાના ભાયલી ગામમાં બનેલા સામુહિક દુષ્કર્મ મામલે પોલીસને મોટી સફળતા મળી છે. ભાયલી ગામની ફાટકની વચ્ચેના અવાવરૂ વિસ્તારમાં નવરાત્રીના પર્વ દરમિયાન શુક્રવારની રાત્રે 16 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મની (Vadodara gang rape case) ઘટના બની હતી. જેના પડઘા આખા ગુજરાતમાં પડ્યા છે. ત્યારે આ મામલે વડોદરા ક્રાઈમ બાંચે ગેંગ રેપના પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
માહિતી એવી પણ મળી રહી છે કે, ભાયલી ગેંગરેપના પાંચ આરોપીઓને પોલીસની ટીમોએ ઝડપી પાડ્યા છે. આ આરોપીઓને હાલ વડોદરા ક્રાઈમ બ્રાંચની ઓફિસે લઇ જવામાં આવ્યા છે. આ તમામ પાંચ આરોપીઓમાંથી ત્રણ વિધર્મી છે અને યુપીના રહેવાસી છે. આ આરોપીઓ મજૂરી કામ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.
પોલીસે હાલ આરોપીઓના મોબાઇલ સહિતના પુરાવા જપ્ત કર્યા છે. આ આરોપીઓ કડિયાકામ કરતા હોવાનું પણ સામે આવ્યું છે. તમને જણાવી દઈએ કે નવરાત્રી દરમિયાન શુક્રવારની રાત્રે 16 વર્ષની સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી ત્યારે બે બાઇક પર ધસી આવેલા પાંચ શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યુ હતુ. આ આરોપીઓએ ગુુજરાતી અને હિન્દી ભાષામાં ધાકધમકી આપતા પાંચ આરોપીઓનો સગીરા અને તેના મિત્રે પ્રતિકાર કરતા બે યુવાનો ભાગી ગયા હતા.
એક નરાધમે સગીરાના મિત્રને દબોચી રાખ્યો હતો. જ્યારે અન્ય નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતુ. ત્યારે ભાયલી ગામમાં બનેલા સામુહિક દુષ્કર્મના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. આ મામલે વડોદરા પોલીસની વિવિધ ટીમો ઉપરાંત એફએસએલની ટીમે બનાવને આખો વિસ્તાર કોર્ડન કરી તપાસ હાથ ધરી હતી.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ સ્થળ પરથી તૂટેલા ઝાંઝરના ઘૂઘરી, ચશ્મા સહિત અન્ય ગેઝેટ મળી આવ્યા હતા. ત્યારે આ મામલે આખા વિસ્તારના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરીને આરોપીના વાહનોની વિગતો મેળવી હતી. પોલીસે સીસીતીવીના આધારે પાંચ આરોપીને ઝડપી પાડ્યા છે. જાણવા મળી રહ્યું છે કે હાલ આ તમામ આરોપી ક્રાઈમ બ્રાંચની ઓફીસમાં લઇ જવામાં આવ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App