વડોદરા નજીક રસ્તો ઓળંગતા યુવકને પુરપાટ ઝડપે આવતી બાઈકે અડફેટે લેતાં મોત

Vadodara Hit and Run: વડોદરા શહેર નજીક આવેલા સમીયાલા ગામનો યુવાન લગ્ન માટે આજે ગુરુવારે છોકરી જોવા જાય તે પૂર્વે તેનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત નિપજ્યું હતું. 22 વર્ષીય યુવાનનું મોત નિપજતાં પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો. ગામમાં ગમગીની (Vadodara Hit and Run) ફેલાવી દેનારા આ બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

યુવકનું અકસ્માતમાં અકાળે મોત
હીટ એન્ડ રનની આ ઘટનાની મળતી વિગતો અનુસાર મૂળ રાજસ્થાનના અને હાલમાં અટલાદરા નજીક રહેતા 26 વર્ષીય સંદીપ હરિસિંગ તવિયાદ રસ્તો ઓળંગતો હતો ત્યારે પૂરઝડપે ધસી આવેલી મોટર સાયકલે તેને અડફેટમાં લીધો હતો.

ગંભીર હાલતમાં 108ની મદદથી તેને પ્રથમ પાદરા અને ત્યાંથી વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયા તેનું ટુંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. બનાવ સંદર્ભે યુવકના કાકાની ફરિયાદના આધારે પોલીસે મોટરસાયકલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

છોકરી જોવા જવાના આગલા દિવસે જ બનાવ બન્યો
​​​​​​​વડોદરા તાલુકા પોલીસ મથકના સિનિયર પોસઇ ભરવાડે સલીમભાઇ ઘાંચીની ફરિયાદના આધારે ઇનોવા ચાલક સામે ફેટલનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. સલીમભાઇ ઘાંચીએ જણાવ્યું હતું કે, તેઓ જૂના મકાનના લાકડાનો વેપાર કરે છે અને તેમનો નાનો ભાઇ આદીલ પણ તેમની સાથે જ કામ કરતો હતો. આજે ગુરૂવારે તેના માટે છોકરી જોવા જવાના હતા અને આગલા દિવસે આ બનાવ બન્યો હતો.