અંધવિશ્વાસીઓ માટે આંખ ઉઘાડનારો કિસ્સો: તાંત્રિકે યુવતીને જંગલમાં લઇ જઈને…

ભારત 33 કરોડ દેવિ-દેવતાઓનો દેશ છે. સાથે-સાથે ભારતમાં ઘણા ધર્મો જોવા મળે છે, અને હિંદુ ધર્મમાં પણ ઘણા ઘણા ભગવાનના અવતારોનું પૂંજન કરવામાં આવે છે. સાથે-સાથે ભારતમાં ધર્મથી જોડાયેલી ઘણી અંધશ્રધા એટલે કે અંધવિશ્વાસ પણ જોવા મળે છે, તમે પણ ક્યારેક અનુભવ્યું હશે કે કોઈ કામ વિજ્ઞાનિક દ્રષ્ટિએ પણ નથી માનવામાં આવતા તેવા કામો અંધશ્રધા દ્વારા કરવામાં આવે છે. ક્યારેક ક્યારેક અંધશ્રધાથી ના નામે લોકો ના કરવાની ઘટના પણ કરી બેસતા હોય છે આવા ઘણા બનાવ સામે આવી ચુક્યા છે.

સિંગવડ તાલુકામાં આવેલા એક ગામની 25 વર્ષીય પરિણીતા ઉપર બીમારીમાંથી ઉગારવા વિધિ કરવાના બહાને ગામના સ્મશાનમાં લઇ જઇને ગામના તાંત્રીક દ્વારા બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અને આ સમગ્ર ઘટના મામલે પોલીસ સ્ટેસનમાં નોંધાઈ છે.

સિંગવડ તાલુકા માં આવેલા એક ગામની એક મહિલા છેલ્લા ચારેક વર્ષથી બીમાર રહેતી હોઈ ગામના તાંત્રીકે મુકેશ રૂપસિંગ સંગાડાએ તેના પતિને જણાવ્યું હતું કે તમારી પત્નીને બીમારીમાંથી ઉગારવા એક વિધિ કરવાથી સારું થઈ જશે. પરંતુ પ્રથમ તમારા છોકરાની વહુની વિધિ કરવી પડશે. તેમ જણાવી તાંત્રીક મુકેશ રૂપસિંગ સંગાડા 25 વર્ષની પરિણીતાને છાપરી ગામના જંગલમાં આવેલા સ્મશાનમાં વિધિ કરવાના બહાને લઈ ગયો હતો.

પરિણીતાએ પણ સાસુને વિધિ કરવાથી સારું થઈ જશે તેમ માનીને વિધિ કરાવવા માટે તૈયાર થઈ હતી. જેથી મુકેશ રૂપસિંગ સંગાડાએ પરિણીતાની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ બનાવ સંદર્ભે પીડિતાએ રંધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી મુકેશ રૂપસિંગ સંગાડા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ ઘટના પ્રકાશમાં આવતા જ આખા ગામમાં ચક્માર મચી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *