વડોદરા(ગુજરાત): છેલ્લા ઘણા સમયથી પાદરા તાલુકામાં આવેલા મોભા ગામના મોભા રોડ બજારમાં પોતાની જાતે નાસ્તાની અને પાણીપુરીની લારી ચલાવી જીવન ગુજારતા પિતાને તેના જ પુત્રએ બે સબંધીજનોને સાથે મળીને મૃત્યુ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. વડું પોલીસને બુધવારે વહેલી સવારે એક ફોન આવ્યો હતો કે, મોભા રોડ બજારમાં નાસ્તાની હોટલ પાછળ અવાવરું જગ્યામાં કોઈ આધેડની લાશ મળી આવી છે. આ માહિતી પર વડું પોલીસે તાત્કાલિક તપાસ શરુ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, પાણીપુરી અને નાસ્તાની લારી ચલાવતા રાજુભાઈની લાશ હતી.
પરિવારજનોમાં રાજુભાઈનો ભાણો રાજુભાઈ સાથે પાણીપુરી અને નાસ્તાની લારીમાં મદદ કરતા હતા. જોકે તેઓને મદદગારીના ભાગરૂપે માત્ર રાજુભાઈ જમવાનું જ આપતા હતા. રાજુભાઈનો દીકરો અમદાવાદ રહેતો હતો. તેને પણ રાજુભાઈ ખર્ચા પાણી આપતા ન હતા. જેને કારણે રોષે ભરાઈને રાજુભાઈના દીકરાએ પિતાને મારવાનો પ્લાન બનાવ્યો હતો. પ્લાન બનાવ્યા પછી છેલ્લા એક મહિનાથી તેઓનો દીકરો અમદાવાદ નોકરી કરવા જતો રહ્યો હતો.
ત્યારબાદ રાજુભાઇના દીકરાએ સંબંધીઓને લાલચ આપીને કહ્યું હતું કે, મારા પિતાની હત્યા કરીને તેમનો નાસ્તા અને પાણીપુરીનો ધંધો છીનવી લઈએ. પ્લાન અનુસાર, એક મહિના પછી રાજુભાઈનો દીકરો અમદાવાદથી પાદરા પરત ફર્યો અને ત્યારબાદ રાજુભાઈનો દીકરો તેનો ભાણો અને તેનો બીજો સંબંધી સાથે મળી મોડી રાત્રે પોતાના જ ઘરમાં સુતેલા પિતાના મોઢા પર પાઇપ વડે એક બાદ એક ઘા ઝીકી અને પિતાનું ગળું દબાવી હત્યા કરી હતી.
રાજુભાઈની લાશને નજીકમાં આવેલા અવાવરું જગ્યામાં ફેંકી દેવામાં આવી હતી. ત્યારબાદ રાજુનો દીકરો અને સબંધી રાતોરાત અમદાવાદ જતા રહ્યા અને ભાણાએ પોતાનાં મામાની કોઈએ હત્યા કરી નાખી હોય તેવું નાટક કર્યું હતું. વહેલી સવારે પોતે જ ફરિયાદી બની તેઓના મામા મોડી રાતથી ગુમ થઈ ગયા હોવાની ફરિયાદ પોલીસને આપી હતી. પોલીસે કડકાઈથી પૂછપરછ અને રાજુભાઇના ઘરની તપાસ કરતા સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો. પોલીસે થોડાક જ સમયમાં હત્યાનો ભેદ ઉકેલી ત્રણેય આરોપીઓ વિરુધ કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.