દૂધ કાઢવાના મશીન ચલાવતા બેદરકારો ના કારણે વડોદરાના ગંગાબેન ગૌલોક સિધાવ્યા: જુઓ વિડીયો અને એનાલીસીસ

ડિસક્લેમર: વિડીયો ના કેટલાક દ્રશ્યો તમને વિચલિત કરી શકે છે!!! આ વિડીયો તમે જોઈ રહ્યા છો તે આવી રહ્યા છે સંસ્કારી નગરી ગણાતા વડોદરા થી…

ડિસક્લેમર: વિડીયો ના કેટલાક દ્રશ્યો તમને વિચલિત કરી શકે છે!!!

આ વિડીયો તમે જોઈ રહ્યા છો તે આવી રહ્યા છે સંસ્કારી નગરી ગણાતા વડોદરા થી જેમાં ગઈકાલે પશુપાલકોના દૂધ કાઢવાના મશીન ગણાતી જર્સી ગાય એ એક વૃદ્ધાને ગણતરીમાં જ મોતને ઘાટ ઉતારી દીધી. ઘટના એટલે થી અટકતી નથી આગળ વાત કહી એમ આ ઘટના વડોદરાથી સામે આવી છે જેને લોકો કદાચ સંસ્કારી નગરીના નામે ઓળખે છે ત્યારે આ ઘટનાનો વિડીયો ઉતારી રહેલા બે થી ત્રણ લોકોને કદાચ આ વૃદ્ધા નો જીવ બચાવવાનો પ્રયત્ન કરવા કરતા વિડીયો ઉતારી લેવાનો પહેલા સૂઝ્યું હતું.

મૃતક મહિલાનું નામ ગંગા બહેન છે જેઓ છેક સુધી પોકાર કરતા રહ્યા કે ” અલા ભાઈ મારો ને! ભાઈ મને ઝાલો! ” મતલબ કે વૃદ્ધાએ યુવાનો પાસે મદદ માંગે પરંતુ યુવાનો વિડીયો ઉતારવામાં વ્યસ્ત રહ્યા હતા. એક યુવક જાણે ઇન્ટરવ્યૂ લેતો હોય તેવી રીતે તમે ક્યાં રહો છો? એવું પૂછતો સંભળાય છે, પરંતુ મદદ કરવા આગળ આવતો નથી. આ ઘટના બાદ હવે કાયદાની કલમ કદાચ પશુપાલક પર ચાલશે પરંતુ રખડતા ઢોર ન પકડીને કામચોરિ બતાવનારા મહાનગરપાલિકાના અધિકારીઓ સામે કોણ કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું, કે પછી ભગવાનની કલમ ચાલે તેની રાહ જોવાશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *