કોરોના મહામારીની સાથે-સાથે રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનામાં પણ સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં ફરી એક્વ્હ્ત વડોદરા શહેરમાંથી આવી જ એક ઘટના સામે આવી રહી છે. વડોદરા શહેરમાં ગઈકાલે રાત્રે સર્જાયેલ એક ગમખ્વાર અકસ્માતમાં ટુ-વ્હીલર ચાલકનું ઘટનાસ્થળ પર જ મોત થયુ હતું.
શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ ગોત્રી ચાર રસ્તાથી પોલીસ સ્ટેશન જવાના માર્ગ પર આવેલ હોટલ તારાસન્સની સામે વડોદરાની જ એક લક્ઝરી બસે ટુ વ્હીલર ચાલકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળ પર મોત થયું હતું. વડોદરા શહેરમાં આવેલ વાસણા-ભાયલી રોડ વિસ્તારમાં રહેતા અનિલ શાહ ગઈકાલે રાત્રે તેમના ટુ-વ્હીલર એક્સેસ પર ઘરે જવા માટે નીકળ્યા હતા.
આ દરમિયાન તેઓ પોતાના વ્યવસાયથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે GJ-06-AX-4327 નંબરની પટેલ ટ્રાવેલ્સનું સાઇન બોર્ડ મારેલ બસ ત્યાંથી પસાર થઈ રહી હતી. આ બસની ટક્કરે કરૂણાંતિકા સર્જી હતી. આ બસની અડફેટે આવતાં GJ-06-HF-7130 નંબરની ટુ વ્હીલર સુઝૂકી એક્સેસ પરથી અનિલ શાહ પટકાઈ ગયા હતા તેમજ બસનો જોટો માથાનાં ભાગ પરથી ફરી જતા ઘટનાસ્થળ પર કરૂણ મોત થયું હતું.
નજરે જોનાર લોકોના મતે અનુસાર એમ્બ્યુલન્સ પહોંચે તેની પહેલાં જ ચાલકના પ્રાણનું પંખેરૂં ઉડી ગયું હતું. આ દરમિયાન પોલીસે અકસ્માતનો ભોગ બનનાર અનિલ શાહના પરિવારની તપાસ હાથ ધરીને મોડી રાત્રે તેમને જાણ કરી હતી. મૃતક અનિલ શાહ લેબોરેટરીના સંચાલક હતા.
તેમના મોતને લીધે પરિવાર માથે આભ ફાટી પડ્યું છે. શહેરોમાં ટ્રાફિક નિયમનના કાયદા પ્રમાણે ચોક્કસ સમય પછી ભારે વાહનોને પ્રવેશ તો આપવામાં આવે છે પણ માતેલા સાંઢની જેમ ફરતા ભારે વાહનો છાશવારે નિર્દોષ ચાલકોનો ભોગ લઈ લે છે ત્યારે ભારે વાહનોના પ્રવેશના કાયદામાં ફેર વિચારણાની જરૂર રહેલી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle