સુરતની અઢી વર્ષની દીકરીનું હ્રદય રશિયામાં ધબકશે અને ફેફસાં યુક્રેનમાં શ્વાસ લેશે- ઇતિહાસમાં પહેલીવાર બની આ ઘટના

Published on Trishul News at 6:45 PM, Wed, 16 December 2020

Last modified on December 16th, 2020 at 6:45 PM

સમગ્ર રાજ્યમાં અંગદાનમાં સૌથી અગ્રેસર સુરત શહેરનો ક્રમ આવે છે. જ્યાં ફક્ત અઢી વર્ષના બાળકના અંગોનું સૌ પ્રથમવખત દાન કરવામાં આવ્યું છે. અઢી વર્ષીય જશ સંજીવ ઓઝા બ્રેઈનડેડ જાહેર થયા પછી ફેફસાં, કિડની, લિવર તથા ચક્ષુઓના દાન કરવામાં આવ્યાં છે.

પત્રકાર પિતાએ મંજુરી આપતાની સાથે જ જશનું હ્રદય હવે રશિયામાં ધબકતું થશે તેમજ ફેફસાં યુક્રેનમાં શ્વાસ લેશે. કારણ કે, રશિયાના માત્ર 4 વર્ષીય બાળકને જશના હ્રદયનું તેમજ યુક્રેનના 4 વર્ષીય બાળકને ફેફસાંનું દાન કરી સફળતાપૂર્વક ચેન્નાઈની MGM હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યાં છે.

ઘરે રમતી વખતે પડી જતા બ્રેઈનડેડ થયો :
અઢી વર્ષીય જશ સંજીવભાઈ ઓઝા બુધવાર 9 ડીસેમ્બરે જશ પડોશીના ઘરે રમતી વખતે બીજા માળેથી નીચે પડી જતા માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયો હતો. પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક ભટાર વિસ્તારમાં આવેલ અમૃતા હોસ્પિટલમાં ડૉ.સ્નેહલ દેસાઈની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી હતી. નિદાન માટે સીટી સ્કેન તથા MRI કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું હોવાનું નિદાન થયું હતું.

પિતા અંગદાન માટે રાજી થયા ;
14 ડિસેમ્બરે જશની સારવાર કરતા પીડીયાટ્રીક ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.સ્નેહલ દેસાઈ, ન્યુરોસર્જન ડૉ.હસમુખ સોજીત્રા, ડૉ.જયેશ કોઠારી તેમજ ડૉ.કમલેશ પારેખે જશની તપાસ કરીને તે બ્રેઈનડેડ હોવાનું જણાવ્યું હતું. જશના પિતા સંજીવ કે, જેઓ એક પત્રકાર તરીકે વર્ષોથી ડોનેટ લાઈફની અંગદાનની પ્રવૃત્તિ અંગે અખબારોમાં લખીને સમાજમાં અંગદાન અંગેની જનજાગૃતિ ફેલાવવામાં પોતાનું યોગદાન આપી રહ્યાં હતા.

તેઓએ હૃદય પર પથ્થર મૂકીને જણાવ્યું કે, નિલેશભાઈ આજે જશ ભલે નથી રહ્યો પણ તમે તેના અંગોનું દાન કરાવીને અમદાવાદ, મુંબઈ, દિલ્હી,ચેન્નાઈ જેવા શહેરોમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહેલા તેના જેવા બાળકોને નવજીવન આપવા માટે આગળ વધીએ છીએ.

મારા પુત્રના અંગદાનથી મારો પુત્ર બીજા બાળકોમાં જીવિત રહેશે. ત્યારબાદ પિતા સંજીવે ડોનેટ લાઈફના નીલેશ માંડલેવાલા તેમજ ડૉ.સ્નેહલ દેસાઈની સાથે રહીને પોતાની પત્નીને જશના અંગદાન કરાવવા માટે રાજી કરી હતી.

બે વિદેશી બાળકોને અંગોની જરૂર હતી :
ઓઝા પરિવાર તરફથી અંગદાનની મંજુરી મળતા નિલેશ માંડલેવાલાએ ડૉ.પ્રાંજલ મોદીનો સંપર્ક કરીને હૃદય, ફેફસા, કિડની તથા લિવરના દાન માટેનું સૂચન કર્યું હતું. ગુજરાતમાં નાના બાળકના હૃદય ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ દર્દીના હોવાને લીધે મુંબઈનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

ROTTO મુંબઈમાં પણ આ બ્લડગ્રુપનું કોઈ દર્દી ન હોવાને લીધે NOTTO નો સંપર્ક કરવામાં આવ્યો હતો. NOTTO દ્વારા દેશની અનેક ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલમાં B+ve બ્લડગ્રૂપનું કોઈ ભારતીય પીડીયાટ્રીક દર્દી ન હોવાને લીધે ચેન્નાઈમાં આવેલ MGM હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ રશિયા તેમજ યુક્રેનની નાગરિકતા ધરાવતા માત્ર 4 વર્ષીય કુલ 2 વિદેશી બાળકને હૃદય અને ફેફસાંની ફાળવણી કરવામાં આવી હતી.

કિડનીનું દાન ગુજરાતમાં કરવામાં આવ્યું :
સુરતમાં આવેલ અમૃતા હોસ્પિટલથી અમદાવાદમાં આવેલ IKDRC હોસ્પિટલ સુધીનું કુલ 265 કિમિનું અંતર માત્ર 180 મીનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલ કુલ 2 કિડની પૈકીની એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરેન્દ્રનગરની રહેવાસી ફક્ત 13 વર્ષની બાળકીમાં તેમજ બીજી કિડની સુરતની રહેવાસી માત્ર 17 વર્ષની બાળકીમાં જયારે લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ભાવનગરની રહેવાસી માત્ર 2 વર્ષની બાળકીમાં ડૉ.પ્રાંજલ મોદી, ડૉ.જમાલ રીઝવી તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

[web_stories title=”true” class=”VK-desktop” excerpt=”false” author=”false” date=”false” archive_link=”true” archive_link_label=”View all stories” circle_size=”150″ sharp_corners=”false” image_alignment=”center” number_of_columns=”3″ number_of_stories=”3″ order=”DESC” orderby=”post_date” view=”carousel” /]

Be the first to comment on "સુરતની અઢી વર્ષની દીકરીનું હ્રદય રશિયામાં ધબકશે અને ફેફસાં યુક્રેનમાં શ્વાસ લેશે- ઇતિહાસમાં પહેલીવાર બની આ ઘટના"

Leave a comment

Your email address will not be published.


*