વડોદરાની સ્વિટી પટેલ લાપતા કેસ અંગે થયો મોટો ઘટસ્ફોટ, અવાવરું જગ્યામાંથી મળી આવ્યા હાડકા

વડોદરા શહેરના ગ્રામ્ય વિસ્તારમાં ચકચાર મચાવી દેતી સ્વીટી પટેલ લાપતા અંગે રોજ રોજ નવા નવા ઘટસ્ફોટ સામે આવી રહ્યા છે. જેને લઈને પોલીસે તપાસના ચક્રો…

વડોદરા શહેરના ગ્રામ્ય વિસ્તારમાં ચકચાર મચાવી દેતી સ્વીટી પટેલ લાપતા અંગે રોજ રોજ નવા નવા ઘટસ્ફોટ સામે આવી રહ્યા છે. જેને લઈને પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી દીધા છે. ગામના અવાવરું વિસ્તારના મકાનમાંથી બળેલી હાલતમાં હાડકા મળી આવ્યા હતા અને આ હાડકાને પોલીસે ફોરેન્સિક તપાસ અંગે મોકલી દેવામાં આવ્યા હતા. જેનો રીપોર્ટ આવતા યુવાન વ્યક્તિના હાડકા હોવાનું સામે આવ્યું છે.

જેને લઈને પોલીસે હવે બે વર્ષના બાળક અને મળી આવેલા હાડકાના નમુના DNA ટેસ્ટ માટે ગાંધીનગર ફોરેન્સિક તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે. વધુમાં ગઈકાલે પોલીસ દ્વારા પી.આઇ અજય દેસાઇનો પોલોગ્રાફી ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસે તપાસ દરમિયાન તે સ્થળેથી હાડકા મળી આવ્યા હતા અને તેમની આસપાસમાં SOG પી.આઇ અજય દેસાઇનુ મોબાઇલ લોકેશન મળી આવ્યું હતુ.

રાજ્યભરમાં ભારે ચકચાર મચાવી રહેલ સ્વિટી પટેલ ગુમ થયા અંગે પોલીસ તપાસમાં હવે મોટા મોટા ઘટસ્ફોટ થયો છે. SOG પી.આઇ અજય દેસાઇના પત્ની સ્વિટી પટેલ છેલ્લા એક મહિના કરતા પણ વધારે સમયથી ગાયબ છે. ત્યારે હવે જીલ્લા પોલીસ ઉચ્ચઅધિકારી સહીત સમગ્ર ટીમ સ્વીટી પટેલની શોધખોળમાં જુટી છે. હમણાં થોડા દિવસ પહેલા પોલીસ તપાસ દરમિયાન દહેજ સ્થિતિ અટાલી ગામના ખાલી પડેલા મકાનમાંથી બળી ગયેલી હાલતમાં હાડકા મળી આવ્યા હતા. પહેલી નજરે હાડકા માનવીના હોય તેવું લાગી રહ્યું હતું. પરંતુ આ હાડકાને પોલીસે ફોરેન્સિક તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.

આ બળી ગયેલા હાડકાનો ફોરેન્સિક રીપોર્ટ આવતા, યુવાન વ્યક્તિના હાડકા હોવાનું સામે આવ્યું છે. પોલીસે હાડકાની આ અંગેની જાણકારી મળતા સ્વિટી પટેલના બે વર્ષ બાળકના DNA લઇ તપાસ હાથ ધરવામાં આવી છે. જયારે બીજી બાજુ પી.આઇ અજય દેસાઇને પોલીગ્રાફી ટેસ્ટ માટે લઇ જવામાં આવેલ હતો.હાલમાં આ રીપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *