ગુજરાત(Gujarat): રાજ્યમાં પૂરના કારણે પરિસ્થિતિ વધુને વધુ ખરાબ થઈ રહી છે. ગુજરાત રાજ્યમાં વરસાદ(Rain)નાં કારણે કેટલાય ગામડા(Villages)ઓ સંપર્કવિહોણા થઈ ગયા છે જ્યારે ગુજરાત રાજ્યમાં ઘણા બધા રસ્તાઓ પણ ભારે વરસાદ(Heavy rain)ને કારણે ધોવાઈ ગયા છે. રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા ખૌફ્નાક દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે ઘણા બધા રસ્તાઓ બંધ કરી દેવા પડ્યા છે.
ત્યારે હવે પુરને લીધે લોકોની ઘરવખરી પલળી ગઈ છે અને ખાવાની વસ્તુઓ પલળી જતા લોકોને હવે ભૂખ્યું રહેવાનો વખત આવ્યો છે. ત્યારે જામનગર, જુનાગઢ અને રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ના વિવિધ ગામોમાં પુરને કારણે લોકોને ખુબ જ મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે હવે ધાર્મિક સંસ્થાઓ લોકોની વહારે આવી છે અને પુરને કારણે અસરગ્રસ્ત થયેલા લોકોને ફૂડપેકેટ સાથે અન્ય સેવાઓ શરુ કરી દેવામાં આવી છે.
વડતાલ(Vadtal) શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના આચાર્ય પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજશ્રી 1008 શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ની આજ્ઞાથી પરમ પૂજ્ય ભાવિ આચાર્ય મહારાજ શ્રી 108 શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી દ્વારા જામનગર, જુનાગઢ અને રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ના વિવિધ ગામો અને તાલુકાઓમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ ના યુવાનો અને હરિભકતો દ્વારા સર્વે સહિત તાત્કાલિક રાહત કાર્ય ચાલુ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ફૂડપેકેટ સહિત ની સેવા ચાલુ કરી દેવા માં આવી છે.
અગાઉ કોરોના જેવા કપરા કાળ દમિયાન અને તાઉતે વાવાઝોડા જેવા કુદરતી પ્રોકોપ દરમિયાન પરમ પૂજ્ય લાલજી મહારાજશ્રી વડતાલ દ્વારા SVG ચેરીટી ના માધ્યમ થી અસરગ્રસ્તો ને સહાયરૂપ થવાનો આ ધાર્મિક સંસ્થા દ્વારા પૂરો પ્રયાસ કરેલો છે અને જ્યારે જ્યારે આવી હોનારતો સર્જાય છે ત્યારે શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી સંસ્થાન સેવા માટે સદાય તત્પર રહી સરકાર શ્રી અને તંત્ર ને સહયોગ પૂરો પાડે છે.
ત્યારે હજુ પણ રાજ્યમાં આગામી દિવસોમાં ધોધમાર વરસાદ પડશે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને રાજ્યના ઘણા જીલ્લાઓ અને ગામડાઓમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.