એવી શું મલાઈ મળી કે કોન્ટ્રાક્ટ રદ થયા બાદ પણ આત્મારામ પરમારે જીદ કરી કે ધંધુકા વલ્લભીપુર હાઈવેની કોન્ટ્રાક્ટ તો પોતાના માણસ પાસે જ રહેશે

વર્ષ 2019 થી ભાવનગર ના ધંધુકા- બરવાળા- વલભીપુર થઈ ભાવનગર જતા સ્ટેટ હાઇવે ને ફોરલેન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જે કામગીરી ત્રણ વર્ષ…

વર્ષ 2019 થી ભાવનગર ના ધંધુકા- બરવાળા- વલભીપુર થઈ ભાવનગર જતા સ્ટેટ હાઇવે ને ફોરલેન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જે કામગીરી ત્રણ વર્ષ બાદ પણ હજી પૂરી કરવામાં આવી નથી. આ કામગીરી અત્યંત ધીમી ગતિએ થતી હોવાની ફરિયાદને લઈને માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટર નો કોન્ટ્રાક્ટ રદ કરી દેવામાં આવ્યો હતો.

આ રદ થયેલા કોન્ટ્રાક્ટર ની સામે સ્થાનિક ધારાસભ્ય આત્મારામ પરમારે અને સ્થાનિક ભાજપના અધ્યક્ષએ ભલામણ પત્ર લખીને 26-4-2022 ના રોજ જે કોન્ટ્રાક્ટર નો કોન્ટ્રાક્ટર રદ થયો તેની પાસે જ કામ પૂરું કરાવો તેવી ભલામણ મોકલી હતી. જેને લઈને તંત્ર દ્વારા રદ થયેલા કોન્ટ્રાક્ટ અને શિક્ષાત્મક કાર્યવાહીના પગલાં સ્થગિત કરીને આ રોડનું કામ રેઢિયાર કોન્ટ્રાક્ટર પાસે જ કરાવવાનો નિર્ણય કરાવવામાં આવ્યો.

ઉલ્લેખનીય છે કે ત્રણ વર્ષના ગાળામાં કોન્ટ્રાક્ટર દ્વારા હજુ 30% કામ જ પૂરું કરવામાં આવ્યું છે અને ૭૦ ટકા કામ બાકી છે. ત્યારે ધારાસભ્યએ ભલામણ કરીને આ કામ 31 ડિસેમ્બર 2022 સુધીમાં પૂરું કરી દેવામાં આવશે તેવી બાંહેધરી અપાવી દીધી છે. પરંતુ કાચબા ગતીએ ચાલતા આ કોન્ટ્રાક્ટર કેવી રીતે માત્ર 6 મહિનાના ગાળામાં બાકી રહેલું 70% કામ પૂરું કરી શકશે તે ચિંતા નો વિષય છે.

મુખ્યમંત્રી કાર્યાલય ને અરજી કરનાર અરજદાર સ્થાનિક રહીશ ભાવેશ ગાબાણી (Bhavesh Gabani) જણાવે છે કે, કાર્યપાલક ઈજનેર ના પત્ર મુજબ ની આત્મારામભાઈ પરમાર પાસે થી માહિતી મેળવવા મોબાઈલ પર સંપર્ક કરતા આશ્ચર્ય જનક જવાબ આપ્યો કે મને કંઈ ખબર નથી, તાલુકા ના આગેવાનો અને જિલ્લા પ્રમુખનો સંપર્ક કરવાનું જણાવેલ અને અધૂરી વાત માં ફોન કોલ કાપી નાખ્યો હતો, આવી હરકત થી શંકા વધુ મજબૂત બને છે.

અરજદાર સ્થાનિક રહીશ ભાવેશ ગાબાણી જણાવે છે કે, મૂળ સમસ્યા ની વાત કરીયે તો ધંધુકા- બરવાળા- વલ્લભીપુર- ભાવનગર સ્ટેટ હાઇવે ની ફોરલાઈન માં રૂપાંતરિત કરવાની કામગીરી ચાલુ થયે અઢી વર્ષ કરતા વધુ સમય નીકળી ગયો છે, આ કામગીરી ચાલુ થતા અનેક ડાયવર્જનો આપવામાં આવેલ છે અને તમામ ડાયવર્જનો ની આજુબાજુ નાં રસ્તા એકદમ ખખડધજ હાલત માં છે. ધંધુકા થી ભાવનગર જતા મુળધરાઈ ગામ થી વરતેજ રેલવે ફાટક (૪૫ કિમી અંતર) સુધી માં ૨૦ જેટલા ડાયવર્જનો આવે છે. આ ડાયવર્જનો ને લીધે મુસાફરી માં બમણો સમય જાય છે, એમ્બ્યુલન્સ જેવી ઈમરજન્સી સેવા ને ખૂબ મોટી અસર પડે છે. અઢી વર્ષ દરમિયાન અનેક અકસ્માતો થતા રહ્યા છે, કેટલાય લોકોનાં મોત થયા છે, આ મોત ના જવાબદાર કોણ..? ધંધુકા બરવાળા વલ્લભીપુર ભાવનગર સ્ટેટ હાઇવે ની ફોર લાઈન માં રૂપાંતરિત કામગીરી અઢી વર્ષ માં અડધા કરતા ઘણી ઓછી કામગીરી કરવા છતાં તંત્ર ના પેટ નું પાણી કેમ નથી હલતું એ આશ્ચર્ય જનક બાબત છે.

ગુજરાતમાં ભ્રષ્ટાચાર ફુલિયો ફાલ્યો છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે કે એવી કઈ મીઠી મલાઈ મળતી હશે કે ધારાસભ્ય અને પૂર્વ મંત્રીએ રદ થયેલો કોન્ટ્રાક્ટ રીન્યુ કરાવી દીધો અને જે કામ ત્રણ વર્ષમાં પૂરું ન થઈ શક્યું તે કામ છ મહિનામાં પૂરું થઈ જશે તેવી બાહેધરી આપી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *