અકસ્માતની કેટકેટલીય ઘટનાઓ અવારનવાર રાજ્યમાંથી સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ અન્ય એક ઘટના સામે આવી છે. બેફામ રીતે કાર હંકારતા અથવા તો બાઈકચાલકો અકસ્માત સર્જતા હોય છે. રાજ્યના વાપીમાં આવેલ એક પેટ્રોલપંપ પર કાર ચાલકે બેદરકારીથી કાર રિવર્સ લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ ઘટનામાં મહિલાના પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની આ ઘટના CCTV માં કેદ થઈ ગઈ હતી. બીજી બાજુ કાર ચાલકે દંપતીને દવાનો ખર્ચ આપવાની ખાતરી આપતા પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.
મળી રહેલ જાણકારી મુજબ, વાપીમાં પેટ્રોલ પંપ પર સર્જાયેલ અકસ્માતના CCTV ફૂટેજનો વીડિયો હાલમાં ખુબ વાયરલ થયો છે. CCTV ફૂટેજમાં દેખાતા દ્રશ્યો પ્રમાણે 23 ઓગસ્ટે વાપીમાં નિવૃત જીવન જીવતા એક દંપતિ પોતાનું મોપેડ લઇને વાપીના મોરારજી સર્કલ પાસેના શાંતિ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવા માટે ગયા ત્યારે ત્યાં આવેલ એક કાર ચાલકે બેદરકારી દાખવીને કારને રિવર્સ ચલાવતા કારની પાછળ ઉભેલા ફરિયાદીના પત્નીના પગ પર કાર ચડી ગઈ હતી.
આમ, બેદરકારીભરી રીતે પેટ્રોલ પંપના પરિસરમાં જ સર્જાયેલ આ ઘટનાને લીધે ભોગ બનેલ મહિલાના હાથ-પગ તેમજ કમરના ભાગે ગંભીર ઇજા તેમજ ફ્રેકચર થયું હતું. જેથી તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, આ બનાવ વખતે કારચાલકે સારવારનો ખર્ચ આપવાની ખાતરી આપતા ભોગ બનેલ દંપતીએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.
જો કે, ઘટનાના 10 દિવસ પછી સારવારનો ખર્ચ આવતાં કારચાલકે ખર્ચ આપવાની ના પાડતા અકસ્માતનો ભોગ બનેલ દંપતીએ વાપી પોલીસ સ્ટેશનનામાં કાર ચાલકની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પેટ્રોલ પંપ પરિસરમાં બેદરકારી ભરી રીતે કાર રિવર્સ મારતા સર્જાયેલ ઘટનામાં મહિલાને પહોંચેલ ગંભીર ઈજાને લીધે પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આની સાથે જ ઘટના સબૂતના ભાગ સ્વરૂપે પેટ્રોલ પંપ પર લાગેલ CCTVના ફૂટેજ પણ પોલીસને સુપરત કરી દેવામાં આવ્યા છે. જેથી પોલીસ દ્વારા કાર માલિકની વિરુદ્ધ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમ, 10 દિવસ પહેલા ઘટના બની એ વખતે ફરિયાદી તથા આરોપી વચ્ચે સારવારનો ખર્ચ આપવાની શરતે સમાધાન થઈ ગયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.