સુરત જમીન કૌભાંડ મામલે કલેકટર આયુષ ઓક સસ્પેન્ડ; ચાર IAS અને 1GAS અધિકારીની બદલી

Collector Ayush Oak Suspended: સુરતના ડુમસ વિસ્તારમાં સરકારી જમીન કૌભાંડ મામલે નવા સમાચાર સામે આવી રહ્યા છે. સુરતના ડુમસ વિસ્તારમાં સરકારી જમીન ખોટી રીતે ખાનગી વ્યક્તિઓના નામે ચડાવી બે હજાર કરોડનું જમીન કૌભાંડ આચરવા મામલે IAS અધિકારીને સસ્પેન્ડ(Collector Ayush Oak Suspended) કરતા સન્નાટો વ્યાપી ગયો છે. સુરત કલેક્ટરની ફરજ દરમિયાન સરકારી જમીન વેચી મહેસૂલ વિભાગને નુકસાન પહોંચાડવા મામલે રાજ્ય સરકાર દ્વારા વલસાડના કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

તમને જણાવી દઈએ કે સરકારી જમીન  કૌભાંડમામલે છેલ્લા કેટલા સમયથી ઝીણવટ ભરી તપાસ ચાલી રહી હતી. ત્યારે  આ તપાસના અંતે કલેક્ટર કક્ષાના અધિકારીને સસ્પેન્ડ કરતા સન્નાટો વ્યાપી ગયો છે. જણાવી દઈએ કે  આયુષ ઓક હાલ વલસાડના કલેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. વલસાડ જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવતા આયુષ ઓકને સુરત ડુમસ રોડ ઉપર આવેલી જમીન કૌભાંડ કેસમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે સુરતની ડુમસ વિસ્તારની સરકારી જમીન ગણોતિયાઓને વેચી દેવાના કૌભાંડમાં કલેકટર આયુષ ઓકનું નામ પણ સામે આવ્યું હતું. ત્યારે આ મામલે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ જમીન કૌભાંડ અંગે કરેલી ફરિયાદ બાદ રાજ્ય સરકારે તપાસ હાથ ધરી હતી. તમને જણાવી દઈએ કે ગત રોજ સુધી આયુષ ઓકે વલસાડના જીલ્લા કલેકટર તરીકે સેવા આપી હતી અને સાંજે અચાનક જ સસ્પેન્ડનો ઓડર મળતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ત્યારે હવે તેમની જગ્યાએ વલસાડના ADM અનસૂયા જહાંને કલેક્ટર તરીકેની જવાબાદીર સોંપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે બે હજાર કરોડના જમીન કૌભાંડ મામલે કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયક અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી દ્વારા મુખ્યમંત્રી, મહેસુલ વિભાગ તમેજ ગુજરાત તકેદારી આયોગને ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારે આ મામલે કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે આ એક ખુબ મોટું બે હજાર કરોડ રૂપિયાની જમીનનું કૌભાંડ હતું. જેમાં 20 જેટલા નામ કલેક્ટર દ્વારા ખોટી રીતે સરકારી જમીનમાં ચડાવવામાં આવ્યા હતા.

પરંતુ આ લડાઈ અહીં પૂરી નથી થતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે કોઈને કોઈ રાજકીય વ્યક્તિ કે નેતાનું દબાણ હોય તો જ કલેક્ટરે આ નિર્ણય લીધો હોય. એટલે આની હજુ પણ તપાસ થવી જોઇએ. તો જ આ લડાઈનો અંત આવશે. તેમણે કહ્યું કે કલેક્ટરની સહી હતી એટલે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને ઢાંક પીછોળો કરવામાં આવ્યું હોવાનું એમને લાગે છે. કોના દબાણથી કલેક્ટરે આ કામ કર્યું હોય તે પણ બહાર આવું જોઇએ એ જ અમારી માંગણી છે. આ મામલે 100 ટકા કોઇને કોઇ જમીન માફિયાની સંડોવણી હોઇ શકે છે. ભાજપના આગેવાનની પણ સંડોવણી હોઇ શકે છે તે સિવાય આ કૌભાંડ એકલા કલેક્ટરના હાથે શક્ય નથી.

ઉલેખનીય છે કે  સરકારી જમીન કલેક્ટર દ્વારા ખોટી રીતે આદેશ કરીને ગણોતિયાના નામે ચડાવી દેવાની ફરિયાદ વિપક્ષ દ્વારા કરવામાં આવી હતી. જેને લઇને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી હવે આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો. ત્યારે આ મામલે SITની રચના કરી તપાસ કરવાની માગ કોંગ્રેસ નેતા દ્વારા કરવામાં આવી હતી. જો કે, કાયદાકીય રીતે પૂર્વ કલેક્ટર દ્વારા જે જમીન સરકારી હોવાનું કહેવામાં આવ્યું હતું તે જમીનમાં રાતોરાત ગણોતિયાનું નામ દાખલ કરીને કેવી રીતે ખેલ પાડી દેવામાં આવ્યો તેને લઇને અનેક શંકાઓ ઉભી થઈ હતી.