વલસાડ/ લવાછામાં પ્રેમલગ્નનો કરુંણ અંજામ- 90 રૂપિયાની ઓનલાઇન શોપિંગને કારણે પતિએ લીધો પત્નીનો જીવ

Published on Trishul News at 2:51 PM, Fri, 5 January 2024

Last modified on January 5th, 2024 at 2:52 PM

Marriage ceremony in Valsad: ગુજરાતમાં દિવસેને દિવસે ગુનાહિત પ્રવૃતિઓમાં વધારો થઇ રહ્યો છે.લોકો કઈ પણ વિચાર્યા વગર નાની નાની બાબતોને મોતના મુખ સુધી લઇ જતા હોઈ છે. ત્યારે વાપીના લવાછા વિસ્તારમાં એક ચોંકવનારી ખૂનની ઘટના સામે આવી છે.વાપીના લવાછા ખાતે પતિએ બાળકો માટે ઓનલાઇન ઘડિયાળની ખરીદી કરતા પત્ની તેની સાથે ઝઘડો( Marriage ceremony in Valsad ) કરવા લાગી હતી. જેમાં પતિએ તેનું ગળું દબાવી હત્યા કર્યા બાદ બાળકો સાથે પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો. માતાની હત્યા અને પિતાની ધરપકડ બાદ બંને બાળકો રઝડી પડતા આરોપીના માતા-પિતા બાળકોને લેવા માટે બિહારથી વાપી માટે રવાના થયા છે.

માત્ર 90 રૂપિયાની વાતમાં ગયો જીવ
વાપીના લવાછા ખાતે બાપુનગરની એક ચાલીમાં રહેતો તુલસી કુમાર બિન્દે પોતાના 3 વર્ષ અને 5 વર્ષના પુત્ર માટે ફ્લિપકાર્ટથી ઓનલાઇન ઘડિયાળ મંગાવી હતી. જેની જાણ પત્ની નીતાને થતા તે પતિ સાથે ઝઘડો કરી ઝપાઝપી કરવા લાગતા આવેશમાં પતિએ તેનું ગળું દબાવી હત્યા કરી દરવાજો બહારથી બંધ કરી બાળકો સાથે પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો.

7 વર્ષ પહેલા થયા હતા પ્રેમ લગ્ન
પોલીસની અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું કે, તુલસી બિંદ અને તેની પત્ની નીતા વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. બંનેએ પરિવારોની સંમતિ વિના ઘરેથી ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારબાદ તેઓ સુરત મુંબઈ સહિત અન્ય વિસ્તારોમાં છૂટક કામ કરીને ગુજરાત ચલાવતા હતા. આખરે વાપીના લવાછામાં છેલ્લા કેટલાક સમયથી તે આવ્યા હતા. તુલસી એક કંપનીમાં કામ કરતો હતો. જોકે માથાભારે પત્ની અવાર નવાર નજીવી બાબતે પણ પતિ સાથે ઝગડો કરતી હતી. આથી પ્રેમ લગ્ન કર્યા બાદ પણ બંને વચ્ચે બબાલ થતી હતી.એવામાં flipkart નામની શોપિંગ એપ પર ઓનલાઇન ખરીદી કરવા મામલે બંને વચ્ચે થયેલી બબાલ નો કરુણ અંજામ આવ્યો.

આરોપી ખુદ પોલીસ ઓફિસ પહોંચ્યો
બંને વચ્ચે થયેલી બબાલ હત્યા સુધી પહોંચી હતી. પોલીસ તપાસમાં ચોંકાવનારી હકીકત બહાર આવી કે, પત્નીની હત્યા બાદ આરોપી પતિએ મૃતદેહને ઘરમાં જ રાખી અને બારણું બંધ કરી બંને બાળકોને બગીચામાં લઈ ગયો હતો. ત્યારબાદ બંને બાળકોને ખવડાવી જાતે જ બાળકોને સાથે લઈને જ પોલીસ સ્ટેશન હાજર થઈ ગયો હતો. હાજર થઈ પોલીસ સમક્ષ ગુનો કબુલ કર્યો હતો.