સુરત પોલીસે આ વિસ્તારોમાં રેડ પાડી તો દારૂની ખેપ મારતી 23 મહિલા ઝડપાઈ – મહિલા બુટલેગરોથી ઉભરાયું પોલીસ સ્ટેશન

સુરત(SURAT): સામાન્ય રીતે જોવા જઈએ તો મહિલાઓ રસોડાના કામકાજ માટે જાણીતી છે. પરંતુ સુરતમાં એવી એક ઘટના સામે આવી છે. જે જાણીને તમે પણ ચોકી જશો. ગાંધીના ગુજરાત(Gujarat)માં દારૂબંધી(Alcoholism) હોવા છતાં અવાર-નવાર મોટા પ્રમાણમાં વિદેશી અને દેશી દારૂનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. સતત પોલીસ દ્વારા વોચ રાખીને બુટલેગરોને પકડવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી બાજુ મહિલાઓ પર દારૂની ખેપ મારવામાં જોડાઈ છે.

વલસાડની પારડી પોલીસે દારૂની ખેપ મારતી એક, બે નહીં પરંતુ 23 મહિલાઓ ઝડપી પાડી છે. તેઓ કોલક ખાડી પસાર કરી ગુજરાતમાં દારૂ લાવતી હતી. આ સમગ્ર ઘટનાને પોલીસે ખુલ્લી પાડી દીધી છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, વલસાડની પારડી પોલીસે શુક્રવારે દમણ પાતળીયાથી કોલક ખાડી પસાર કરી કલસર ગામે ગુજરાતની હદમાં દારૂનો જથ્થો પકડી પાડ્યો છે.

પોલીસને માહિતી મળી હતી કે, દમણ પાતળીયાથી કોલક ખાડી નજીક મહિલાઓ દારૂની હેરાફેરી કરી રહી છે. માહિતી મળતા પોલીસે સુરત, ઉધના, નવસારી, જોરાવાસણ, વલસાડની 23 મહિલાને અટકાવી તેમના પાસે રૂપિયા 78950નો દારૂ ઝડપી પાડયો હતો.

ઝડપાયેલી કેટલીક મહિલા બુટલેગરો પાસે બાળકો પણ હતા. જેને લઇ પોલીસને કાર્યવાહી કરવામાં ખૂબ જ મુશ્કેલીઓ પડી હતી. આ તમામ મહિલા બુટલેગરથી પારડી પોલીસ મથકના બંને લોકઅપ ફૂલ ગયા હતા. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે લાઈન બંધ આ મહિલા બુટલેગરોને કોવિડ ટેસ્ટ માટે લઇ જવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *