વિફરેલા સાંઢે આખું ગામ લીધું માથે: વાહનચાલકો, રાહદારીઓ શ્વાસ થયા અધ્ધર- જુઓ વિડીયો

વલસાડ(ગુજરાત): આજકાલ આખલા(Bull)નો ત્રાસ ઘણો વધી ગયો છે. જેનો ભોગ ઘણા લોકો બને છે. આ દરમિયાન, જિલ્લાના હનુમાન ભાગડા(Hanuman Bhagda) ગામમાં આખલાએ તાંડવ મચાવતા ગામમાં ભયનો માહોલ છવાયો હતો. તોફાને ચડેલો આખલો બે દિવસથી હનુમાન ભાગડા ગામમાં આતંક મચાવી રહ્યો હતો. રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો, પશુઓ(animals), રાહદારીઓ સહિત અનેક લોકોને અડફેટમાં લીધા હતા. આખલાએ મચાવેલા આતંકને કારણે સમગ્ર વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. જોકે, વલસાડ(valsad)ની અગ્નિવીર ગૌ સેવા દળની ટીમ(Agniveer Gau Seva team) દ્વારા આ તોફાની આખલાને પકડી અને બાંધી દેવામાં આવતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

મળતી માહિતી મુજબ, વલસાડ તાલુકાના હનુમાનભાગડા ગામમાં છેલ્લા બે દિવસથી એક આખલો તોફાને ચડ્યો હતો. આ આખલાએ ગામમાં અફરાતફરીનો માહોલ સર્જી દીધો હતો. આ તોફાની આખલાએ શ્વાન, રાહદારીઓ અને અન્ય પશુઓને પણ અડફેટે લીધા હતા. આ ઉપરાંત, કેટલીક જગ્યાએ ઘરના બારણામાં પાર્ક કરેલી બાઇક, મોટરકારને પણ નુકસાન પહોચાડ્યું હતું.

છેલ્લા બે દિવસથી આખલાએ મચાવેલા તોફાનને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો હતો. આથી, ગામના સરપંચ દ્વારા જિલ્લા ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓને જાણકારી હતી. માણસો મોકલવાની વાતો કર્યા બાદ કલાકો સુધી કોઈને પણ મોકલવામાં આવ્યા ન હતા.

જોકે, આ ઘટના અંગે વલસાડની અગ્નિવીર ગૌ સેવા દળની ટીમને જાણ થતાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને કલાકોની ભારે મહેનત બાદ હડકાયેલા આખલાનું હેમખેમ રેસ્ક્યુ કરી પકડીને બાંધી દેવામાં આવ્યો હતો. આમ, બે દિવસ સુધી તોફાને ચડેલા આખલાએ ગામમાં આતંક મચાવ્યો હતો. આથી લોકો ઘરની બહાર નીકળતા કે રસ્તા પરથી પસાર થતા ડર અનુભવતા હતા. જોકે, આખરે જીવ દયા સંસ્થાના કાર્યકરોએ આ તોફાની આખલાને પકડી પાડતાં ગ્રામજનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *