બોલો આ છે ભારતનું હાઈટેક રેલવે તંત્ર: વંદે ભારતને જવાનું હતું ગોવા અને પહોંચી ગઈ કલ્યાણ…

Vande Bharat Train News: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી મડગાવ માટે શરૂ કરવામાં આવેલ આધુનિક ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં રસ્તો ભૂલી ગઈ. દીવા સ્ટેશનથી આ ટ્રેન પનવેલ તરફ જવાને બદલે કલ્યાણ તરફ વળી ગઈ. આ ખબર મળતા રેલવે (Vande Bharat Train News) અધિકારીઓમાં હડકંપ મચી ગયો હતો. ઉતાવળમાં આ ટ્રેનને પાછી કલ્યાણ સ્ટેશન લાવવામાં આવી. ક્યાંથી થોડીવાર બાદ ટ્રેનની પાછી દીવા સ્ટેશન તરફ મોકલી અને પછી આગળ મુસાફરી કરી. આ ગડબડીને કારણે ટ્રેન દોઢ કલાક જેટલી મોડી ચાલી હતી.

રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર ટ્રેનની કોંકણ જનારી ટ્રેનો માટે નિર્ધારિત માર્ગ દીવા-પનવેલ રૂટ પર જવાનું હતું. પરંતુ આ ટ્રેન સવારે 6 વાગી ને 10 મિનિટ પર દીવા સ્ટેશનથી આગળ કલ્યાણ તરફ વળી ગઈ હતી. મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે આ ગડબડી સિગ્નલમાં ખામી સર્જાવાને લીધે થઈ હતી.

દીવા સ્ટેશન પર 35 મિનિટ રોકાઈ ટ્રેન
તેના કારણે મધ્ય રેલવેના મુંબઈની લોકલ ટ્રેનની સુવિધાઓ ખૂબ ખરાબ રીતે અસરગ્રસ્ત થઈ હતી. રેલવેના અધિકારીઓ અનુસાર ગડબડી સામે આવ્યા બાદ ટ્રેનને કલ્યાણ સ્ટેશન લઈ જવામાં આવી અને ત્યાંથી થોડી વાર બાદ ટ્રેનને પાછી ફરીથી દીવા માટે રવાના કરવામાં આવી.

દીવા પહોંચ્યા બાદ આ ટ્રેન નિર્ધારિત રુટ દીવા-પનવેલ માર્ગ પર મડગાવ માટે રવાના થઈ. મુખ્ય જન સંપર્ક અધિકારીના જણાવ્યા અનુસાર ટ્રેન સવારે 6 વાગ્યે અને 10 મિનિટે લગભગ 35 મિનિટ સુધી ત્યાં ને ત્યાં જ રોકવામાં આવી હતી.

બહુ ઓછી બને છે આવી ઘટનાઓ
તેમણે જણાવ્યું કે આવી ઘટનાઓ ખૂબ ઓછી બને છે. સાથે સાથે એવું પણ જાણવા મળ્યું છે કે જો આ ગડબડીને સુધારવામાં ન આવી હોત તો મોટી કોઈ ટ્રેન દુર્ઘટના સર્જાઈ શકે તેમ હતી. પરંતુ રેલવે અધિકારીઓ તેમજ લોકો પાયલેટની સમય સૂચકતાને લીધે કોઈ મોટી દુર્ઘટના બની નથી.