ગુજરાત કોંગ્રેસના MLAની કારને નડ્યો ભયંકર અકસ્માત- માંડ માંડ બચ્યા ધારાસભ્ય

Published on: 11:29 am, Fri, 26 May 23

Vansda Anant Patel accident: નવસારી (Navsari)ના વાંસદા (Vansda)ના કોંગ્રેસના ધારાસભ્ય (Congress MLA) અનંત પટેલ (Anant Patel)ની કારને અકસ્માત નડ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. વાત કરવામાં આવે તો વાંસદાના અંકલાવ (Anklav) ગામે અચાનક સામે આવેલા બાઇક ચાલકને બચાવવા જતા ધારાસભ્યને ગમખ્વાર અકસ્માત (Vansda Anant Patel accident) નડ્યો હતો.

મળતી માહિતી અનુસાર, ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની કાર રસ્તાની કિનારે આવેલા ઝાડ સાથે જોરદાર રીતે અથડાઈ હતી. જોકે સદ્દનસીબે ધારાસભ્ય અને સાથે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતને કારણે કારને આગળના ભાગે મોટું નુકસાન થયું છે. જોકે અકસ્માતને કારણે ધારાસભ્ય અનંત પટેલને સમાન્ય ઈજાઓ પહોંચી હતી.

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર, વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની કારને જોરદાર અકસ્માત નડ્યો હતો. વાંસદાના અંકલાવ ગામે અચાનક સામે આવેલા બાઇક ચાલકને બચાવવા જતા કારે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને આ અકસ્માત સર્જાયો હતો. ધારાસભ્ય અનંત પટેલની કાર રસ્તાની કિનારે આવેલા ઝાડ સાથે જોરદાર રીતે ટકરાઈ હતી.

મહત્વનું છે કે, અકસ્માતને કારણે કારના આગળના ભાગમાં નુકસાન થયું છે તો ધારાસભ્ય અનંત પટેલ અને ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. જોકે ગમખ્વાર અકસ્માતને કારણે ધારાસભ્ય અનંત પટેલને સમાન્ય ઈજા પહોંચી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.