ગયા શુક્રવારે સુરતમાં આગની ગોઝારી ઘટનામાં 20થી વધુ વિદ્યાર્થીઓ અને યુવતી હોમાય ગયા. ત્યારે દિવસે દિવસે તેમાં નવા ખુલાસાઓ થતા આવ્યા છે. હોસ્પિટલમાં દાખલ ટ્યુશન સંચાલક જતીન નાકરાણી ના ક્લાસીસ ના ફોટા હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં cid નામના ફેશન ડિઝાઇનિંગ ઇન્સ્ટિટયૂટ ના ઉદ્ઘાટન માટે કામરેજ વિધાનસભાના ધારાસભ્ય ઝાલાવડિયા આવ્યા હોય તેમ લખાઈ રહ્યું છે. અમારી તપાસ માં જતીન નાકરાણી નામનું ફેસબુક એકાઉન્ટ સર્ચ કરાતા સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ફોટા જતીન નાકરાણી ના ક્લાસીસ કે જે કોમ્પ્લેક્ષમાં આગ લાગી હતી તેના હોવાનું બહાર આવ્યું છે.
હાલમાં ગંભીર રીતે ઘાયલ જતીન નાકરાણી હોસ્પિટલમાં એડમિટ છે અને સુરતમાં તંત્ર દ્વારા હજી સુધી જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી રહી નથી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે કોઈ ચમરબંધી છોડવામાં આવશે નહીં. પરંતુ હકીકત એ છે કે સુરત મહાનગર પાલિકાના કર્મચારીઓ હાલમાં પોતાના કર્મચારીઓને બચાવવા માટે હવાતિયા મારી રહ્યા છે અને વિજય રૂપાણીના દાવાને પોકળ ઠેરાવી રહ્યા છે.
તક્ષશિલા આર્કેડ માં બીજા માળે કામરેજના ધારાસભ્ય વિદ્યાલય ઉદઘાટિત કરેલ ક્લાસીસ ચાલતું હતું. હજી સુધી કોઈ રાજકીય પક્ષના નેતાઓ આ ઘટના બાદ દોષિત અધિકારીઓ વિરુદ્ધ પગલાં લેવા માટે જાહેરમાં બહાર આવ્યા નથી. સુરતના ફરીથી ચૂંટાયેલા સાંસદ તો દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શપથવિધિમાં કાર્યક્રમોમાં સેલ્ફી લેવામાં વ્યસ્ત છે. જો સત્તાધીશો કડક પગલાં લેવા માટે યોગ્ય કાર્યવાહી નહીં કરે તો આ બાજુ દોષિત અધિકારીઓ પોતાને બચાવવા ના પ્રયાસોમાં સફળ થઈ જશે.
આ બાબતે ધારાસભ્ય સાથેની અમારી વાતચીત માં ધારાસભ્યશ્રી એ આ વાત સ્વીકારવાથી ના પાડી હતી અને કહ્યું હતું કે હું કોઈ દિવસ તક્ષશિલા આર્કેડમાં ગયો જ નથી. પરંતુ અમારી તપાસમાં હકીકતમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ધારાસભ્યશ્રી હળાહળ જુઠ્ઠું બોલી રહ્યા છે અને પોતાને આ ઘટનાથી બચાવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.