મે 7, 2020 ના રોજ, બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાને વોશિંગ્ટન ડીસીના વ્હાઇટ હાઉસ ખાતેના રોઝ ગાર્ડનમાં રાષ્ટ્રીય પ્રાર્થના દિવસમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. કોરોનાથી અસરગ્રસ્ત લોકો, બહાદુર ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સ અને આરોગ્યકર્મીઓ અને અમેરિકામાં પુનઃ શાંતિ સ્થપાય તે માટે પ્રાર્થના કરવા માટે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ એ હિંદુ સંસ્થા તરીકે BAPSને આમંત્રણ આપ્યું હતું.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ માઇક પેંસે તેમની પ્રાર્થના પછી ધાર્મિક નેતાઓની પ્રાર્થનાઓ પ્રાર્થના કરી જેમાં ચાર મોટા ધર્મો ના પ્રતિનિધિઓ પણ હાજર હતા.- ખ્રિસ્તી, હિન્દુ ધર્મ, યહુદી અને ઇસ્લામના પ્રતિનિધિઓને પણ હાજર રહેવાનું આમંત્રણ હતું.
વિશ્વવ્યાપી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) ને વ્હાઇટ હાઉસ દ્વારા આ પ્રાર્થના માં ભાગ લેવા માટે આમંત્રણ અપાયું હતું. પ્રાર્થના સભામાં બીએપીએસના પૂજારી હરીશ બ્રહ્મભટ્ટ પ્રતિનિધિ તરીકે હાજર રહ્યા હતા અને તેમણે યજુર્વેદમાંથી શાંતિની પ્રાર્થના કરી હતી. પ્રાર્થના સભામાં બોલતા, તેમણે કહ્યું કે, “COVID-19, સામાજિક અંતર અને લોકડાઉનના આ મુશ્કેલીના સમયમાં લોકો અસ્વસ્થતા અનુભવે છે અથવા શાંતિ અનુભવતા નથી, તે અસામાન્ય નથી. શાંતિપાઠ અથવા શાંતિ પ્રાર્થના, એવી પ્રાર્થના છે કે જે સંપત્તિ, સફળતા, ખ્યાતિ મેળવવ માટે નથી કે પછી તે સ્વર્ગની પ્રાપ્તિ માટેની પ્રાર્થના પણ નથી. શાંતિ પાઠએ શાંતિ મેળવવા માટે કરાતી એક સુંદર હિન્દુ પ્રાર્થના છે. જે યજુર્વેદમાંથી લેવામાં આવેલી વૈદિક પ્રાર્થના છે. ”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news