Increase Vegetable Prices: ગુજરાતમાં એક અઠવાડિયાથી અવિરત વરસાદ પડતાં ખુલ્લા ખેતરોમાં પાણી ભરાયા છે. તેમજ બજારમાં શાકભાજીની આવકમાં પણ ઘટાડો થયો છે. જેના લીધે શહેરોમાં શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થયો છે. જેમાં બજારમાં લીલી મેથી(Increase Vegetable Prices) અને કોથમીરના ભાવ આસમાને પહોંચી ગયા છે. જ્યારે બટાટા, ટામેટા અને મરચાના ભાવમાં પણ ઉછાળો નોંધાયો છે.
શાકભાજીના ભાવમાં મોંઘવારીનો માર
ગુજરાતનાં અનેક જીલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે જ અનેક ઘોરીમાર્ગોનું ધોવાણ થઈ જતાં કેટલાક જીલ્લાઓ સંપર્કવિહોણા બન્યા છે જેને કારણે ટ્રાન્સર્પોટેશન બંધ થઈ જવાથી ખાદ્ય પદાર્થની ચીજવસ્તુઓ સહિત શાકભાજીના ભાવમાં મોંઘવારીનો માર જોવા મળી રહ્યો છે.
રાજ્યભરમાં ભારે વરસાદ પડતા લીલા શાકભાજીની આવકોમાં ઘટાડો નોંધાવા પામ્યો છે અને શાકભાજીના ભાવમાં કિલોદીઠ રૂા. 20 થી 30નો ભાવવધારો થયો છે.
ગૃહિણીઓના બજેટ ખોરવાયું
તો ડુંગળીના ભાવમાં પણ રૂા.10નો વધારો થવા પામ્યો છે. આ ઉપરાંત લીલા શાકભાજીમાં પાલખ, લીલી ડુંગળી, કારેલા, ગવાર સહિતની અન્ય શાકભાજીઓમાં 10 થી 20 ટકાનો ભાવવધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્ય સહિત જીલ્લામાં વરસાદી માહોલને લઈ લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થતાં સામાન્ય દિવસોમાં મળતી શાકભાજીના ભાવમાં ઘરખમ વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે.
ભાવમાં વધારો થવાને કારણે ઘરાકીમાં ઘટાડો
શાકભાજી બજારના વેપારીના જણાવ્યા મુજબ ભાવમાં મોટો વધારો થવાને કારણે ઘરાકીમાં ઘટાડો થયો છે. સાતમ પહેલા શાકભાજીની આવકો સારી હતી પરંતુ વરસાદ પડ્યા બાદ આવક ઘટવાને કારણે ઊંચા ભાવે વસ્તુઓ લાવવી પડતી હોવાથી ભાવો વધ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App