સુરતમાં વાહન ચોરી કરતી ટોળકી ઝડપાઈ, 1.73 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

વાહન ચોરીના કેસ ની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે સુરતમાં હાલ ઘણા બાઈક ચોરીમાં કેસ સામે આવ્યા હતા. ત્યારે પોલીસે બાઈક ચોર ગેંગને પકડવાની પ્રક્રિયા શરુ કરી હતી. ત્યારે રાંદેર પોલીસે વાહન ચોર ગેગને ઝડપી પાડી અને ચોરીની 7 બાઇક ઝડપી પાડી છે. રાંદેર અને અડાજણ પોલીસ સ્ટેશનના બાઇક ચોરીના 7 કેસ સોલ કર્યા છે. પોલીસે 1.73 લાખનો માલ કબજે કરી આગળ ની તપાસ શરુ કરી છે. વાહનચોર ટોળકી વાહન ચોર્યા બાદ બાઈક વેચાણ કરવા નીકળી હતી. જેની જાણ પોલીસને અગાઉ મળી જતાં ગેંગને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

રાંદેર પોલીસે જણાવ્યું હતું કે, રાંદેર બોટનીકલ ગાર્ડનની પાછળના રોડ ઉપર એક ઈસમ ચોરીની બાઇક વેચવા આવ્યો હોવાની વાત મળતાની સાથે જ  પેટ્રોલીગ દરમિયાન આરોપી સાહીલ ઉર્ફે શીવ હરીશભાઇ મેસુરીયા જે ચોરી સાથે વાળંદનું કામ કરે છે. પૂછપરછ કરતા બાઇક ચોરીની હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ વધુ તપાસમાં બીજી બાઇક અજ્ઞાન જગ્યા એ સંતાડી રાખેલ હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ચોરીની બાઇક ખરીદનાર ભાવેશ રધુભાઇ ભરવાડ પાસેથી પણ 2 બાઇક કબજે કરી છે.

એક સિલ્વર કલરની હિરો કંપનીની સ્પેલન્ડર પ્લસ મો.સા જેનો રજી,નં. (GJ-05-5c-4281)

એક લાલ કલરની સુઝુકી કંપનીની એકસેસ મો.સા, જૈનો રજી.નં (GJ-05-SN-4683)

એક મેટ ગ્રે કલની સુઝુકી કંપનીની એકસેસ-૧૨૫ મોડલની ગાડી જેની રજી.નં. (GJ-05-5D-6585)

એક કાળા અને પર્પલ કલરની હીરો સી.ડી, ડીલક્ષ મો.સા, જેનો રજી. નં. (GJ-05-6-0351)

એક વ્હાઇટ કલરની હોન્ડા એકટીવા મોપેડ જેનો રજી.નં.(G-19-AK-4300)

એક બ્લેક કલરની બ્લુ પટ્ટાવાળી હિરો હોન્ડા કંપનીની સ્પેલન્ડર મો.સા. જેનો રજી,ન,(GJ-05-FD-3451)

એક બ્લેક કલરની બ્લુ પટ્ટાવાળી હિરો હોન્ડા કંપનીની સ્પેલન્ડર મો.સા રજી,નં.(GJ-05-FD-3451)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *