સુરતમાં પતિની પીઠ પાછળ પત્ની કુંવારા પ્રેમી સાથે મનાવતી હતી રાસલીલા, એક દિવસ પતિ જોઈ ગયો અને પ્રેમીએ ત્રીજા માળેથી…

હાલમાં એવા અનેક કેસો આવી રહ્યા છે જેમાં આડા સંબંધમાં જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ દરમિયાન સુરતના અડાજણ વિસ્તાર ખાતે આવો જ એક બનાવ બન્યો છે. જેમાં પ્રેમી તેની પરિણીત પ્રેમિકાને મળવા માટે તેના ઘરે ગયો હતો અને પરિણીતાનો પતિ અચાનક જ ઘરે આવી ગયો હતો. આ દરમિયાન પકડાઈ જવાના ડરે યુવકે ત્રીજા માળેથી નીચે કુદકો માર્યો હતો. ગંભીર ઈજા પહોંચતા યુવકને હૉસ્પિટલ સારવાર અંગે લઈ જવામાં આવ્યો હતો આ  દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જાણવા મળ્યું છે કે, યુવક છેલ્લા એક વર્ષથી પરિણીતા સાથે પ્રેમ સંબંધમાં હતો.

મળતી માહિતી મુજબ, સુરતના અડાજણ ખાતે પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આવ્યો છે. આ પ્રેમ પ્રકરણમાં ભાંડો ફૂટી જવાની બીકે પ્રેમીએ પોતાનો જીવ ગુમાવાનો વારો આવ્યો છે. વધુમાં જાણવા મળ્યું છે કે, સુરતના જહાંગીરપુરામાં ભાગ્યલક્ષ્મી સોસાયટી પાસે પાલિકાના આવાસમાં રહેતા 30 વર્ષીય રવિકુમાર મહેશભાઈ ચૌધરી પોતાની પ્રેમિકા ઘરે એકલી હોવાથી મળવા ગયો હતો.

આ દરમિયાન બંને એકાંત માણી રહ્યા હતા ત્યારે અચાનક જ પ્રેમિકાનો પતિ આવી ગયો હતો અને તેણે ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. અચાનક પતિ આવી પહોચ્યો હોવાનું જાણીને પત્ની અને તેનો પ્રેમી ડરી ગયા હતા. જેથી પ્રેમ પ્રકરણનો ભાંડો ન ફૂટી જાય તે માટે પ્રેમી ઘરની બાલ્કનીમાં છૂપાઈ ગયો હતો.

જોકે, બાલ્કનીમાં પણ પકડાઈ જવાનો ડર લાગતા યુવકે ત્રીજા માળેથી નીચે કૂદકો માર્યો હતો. જે બાદમાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ યુવકને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ થકી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હૉસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું.

આ ઘટના અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં પ્રેમ પ્રકરણનો ભાંડો ફૂટી ગયો હતો. જેમાં મૃતક યુવાન ફર્નિચરની દુકાનમાં નોકરી કરતો હતો અને અપરિણીત હોવાનું સામે આવ્યું હતું. ઘર પાસે રહેતી એક પરિણીતા સાથે તેની આંખ મળી ગઈ હતી અને બંને વચ્ચે પ્રેમ પ્રકરણની શરૂઆત થઈ હતી. એક વર્ષ પહેલા શરૂ થયેલા આ પ્રેમનો કરુણ અંત આવ્યો છે. હાલ અડાજણ પોલીસ દ્વારા આ અંગે વધારે તપાસ શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *