વલસાડ(ગુજરાત): આજકાલ રાજ્યમાં અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધી રહ્યી છે. આ દરમિયાન વલસાડ જિલ્લાનાના પારડી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ત્રણ વાહનો વચ્ચે એક ગોઝારો અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. જાણવા મળ્યું છે કે, સોમવારે મોડી રાત્રે બે ટેમ્પો અને એક કન્ટેનર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત નીપજ્યા છે. અકસ્માત બાદ આગ લાગતા જ બે વાહનો ભડકે બળ્યાં હતાં. ઘટનાની જાણ થતા જ પારડી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચે તે પહેલા જ સ્થાનિકો દ્વારા પણ બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.
સોમવારે રાત્રે પારડી નજીક હાઇવે પર વાપી વલસાડ તરફ એક ટેમ્પો રોંગ સાઇડ પર આવતા આ ગોઝારો અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. બે વાહનો સામ-સામે ધડાકાભેર અથડાયા હતાં. જ્યારે અન્ય એક વાહન પાછળથી અથડાયું હતું. આમ ત્રણેય વાહનો એક બીજા સાથે ધડાકા સાથે અથડાઇ પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો.
જાણવા મળ્યું છે કે, અંકલેશ્વરથી મુંબઈ તરફ જઈ રહેલા એક કન્ટેનરમાં કેમિકલ ભરેલું અને અન્ય એક ટેમ્પોમાં પ્લાસ્ટિક જેવો જ્વલનશીલ સામાન ભર્યો હોવાથી આગ બેકાબૂ બની હતી. જોકે, અકસ્માત બાદ 2 વાહનોમાં આગ લાગતાં કલાકો સુધી અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેનો વાહનવ્યવહાર ખોરવાયો હતો. ઘટનાની જાણ થતા જ પારડી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી હોવાનું સામે આવ્યું છે.
ધડાકા સાથે ટક્કર થતાં 2 વાહનોમાં ક્ષણ વારમાં આ લાગી ગઈ હતી. ઘટનાને જોતા હાઇવે પરથી પસાર થતાં વાહનચાલકો અને આસપાસના લોકો સ્થળ પર એકઠા થઇ ગયા હતા. જોકે, આગ લાગતાં વાહનોના ચાલકો અંદર જ ફસાઈ ગયા હતા. જેમાં એકનું ટેમ્પોમાં જ સળગી જતા કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. જ્યારે અન્ય બેના ચાલકોને લોકોએ જીવના જોખમે બચાવીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે, કમનસીબે વધુ એકનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. આમ ઘટનામાં 2ના કમકમાટીભર્યાં મોત નિપજતાં સમગ્ર પંથકમાં હોબાળો મચી જવા પામ્યો છે.
જાણવા મળ્યું છે કે, આ અકસ્માત બાદ લાગેલી આગને કાબુમાં લેવા માટે પારડી, અતુલ અને વલસાડ એમ ત્રણ જગ્યાએથી ફાયર બ્રિગેડની 3 ટીમો દ્વારા ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. પરંતુ, અકસ્માતને કારણે કલાકો સુધી હાઇવેનો વાહન વ્યવહાર ખોરવાયો હતો. જેને મોડી રાત્રે પોલીસ દ્વારા અકસ્માતગ્રસ્ત વાહનોને હાઇવે પરથી દૂર કરી વાહન વ્યવહાર યથાવત્ કરાવવામાં આવ્યો હતો.
અકસ્માત બાદ વાહનોમાં આગ લાગી હતી. એક વાહનમાં કેમિકલ પાવડર અને એકમાં પ્લાસ્ટિકના સામાન જેવો સામન ભર્યો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. બંને વાહનો ભડકે બળતાં હોવાથી આગની જ્વાળાઓ દૂર દૂર સુધી પણ જોવા મળી હતી. પારડી પોલીસ દ્વારા આ અંગે ફરિયાદ નોંધીને ભોગ બનેલા ચાલકોની ઓળખ અને વાહન માલિકો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.