કેન્દ્ર સરકાર આગામી 3 મહિનામાં ટોલ પ્લાઝા માટે નવી નીતિ લાવવા જઈ રહી છે. આ નીતિ હેઠળ જીપીએસ આધારિત ટ્રેકિંગ ટોલ સિસ્ટમ ટોલ પ્લાઝા પર ગોઠવવામાં આવશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ બુધવારે આ અંગે માહિતી આપી છે.સીઆઈઆઈની વાર્ષિક સભાને સંબોધતા ગડકરીએ કહ્યું કે હાલમાં દેશમાં જીપીએસ આધારિત ટ્રેકિંગ ટોલ ટેકનોલોજી ઉપલબ્ધ નથી.
મંત્રાલય હાલમાં ભારતમાં આ ટેકનોલોજી વિકસાવી રહ્યું છે.આ વર્ષે માર્ચમાં ગડકરીએ જાહેરાત કરી હતી કે, ભારતમાં ટોલ બૂથને સંપૂર્ણપણે નાબૂદ કરીને આ વર્ષ સુધીમાં સંપૂર્ણ જીપીએસ આધારિત ટોલ કલેક્શન સુવિધા શરૂ કરવામાં આવશે.
ગડકરીએ રોડ બનાવતી કંપનીને પણ કહ્યું હતું કે તેઓએ રોડ તૈયાર કરતી વખતે ઓછામાં ઓછી માત્રામાં સિમેન્ટ અને સ્ટીલનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. આનાથી રોડ નિર્માણનો ખર્ચ ઘણો ઓછો થશે. ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં સિમેન્ટ અને સ્ટીલના વેચાણકર્તાઓ સાથે વ્યવહાર કરવા માટે, તેમણે સલાહકારોને માર્ગ નિર્માણ દરમિયાન સિમેન્ટ અને સ્ટીલનો વપરાશ અને ખર્ચ બંને ઘટાડવાનો માર્ગ લાવવાનું કહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.