હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આની સાથે થોડાં દિવસથી મેઘરાજા પણ સમગ્ર રાજ્યમાં મહેરબાન થયાં એવું દેખાઈ રહ્યું છે. કારણ, કે સર્વત્ર જગ્યાએ વરસાદ જ જોવાં મળી રહ્યો છે. તેમજ ઘણી નદીઓમાં નવાં નીરનું પણ આગમન થયું છે. તથા ઘણી જગ્યાએ તો ઘોડાપુર પણ આવ્યું છે.
આની સાથે જ વરસાદ પડવાની સાથે જ ઘણી સમસ્યાનું પણ આગમન થયું હોય એવું દેખાઈ રહ્યું છે. જેમ કે વધુ પડતો વરસાદ આવવાથી લોકોનાં ઘર પણ ડૂબી ગયેલાં જોવાં મળ્યાં છે. આની સાથે જ રાજ્યમાં આવેલ ભાવનગર જીલ્લામાંથી એક સમાચાર સામે આવી રહ્યાં છે.
આ અંગે વાત કરીએ તો, ભાવનગરથી રાજકોટ તરફ જતાં હાઈ-વે પર ચંદ્ર જેવાં એટલે કે ખુબ જ મોટાં ખાડા જોવાં મળી રહ્યાં છે. આ ખાડાને કારણે વાહનચાલકો તેમજ ત્યાંના લોકોમાં પણ ભારે રોષ જોવાં મળી રહ્યો છે. ભાવનગર જીલ્લામાં આવેલ શિહોર તાલુકાનાં આંબલા ગામનાં રહેવાસી હિતેશભાઈ જાસોલીયાએ ભાવનગરનાં કલેકટર સહિત CM વિજયભાઈ રુપાણી તથા ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સુધી તેમણે આ વાતની રજૂઆત પણ કરી હતી.
ભાવનગરથી રાજકોટ તરફ જતાં હાઈ-વે પર મોટાં ખાડા પડી જતાં ત્યાનાં લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. નાના-મોટાં વાહનચાલકોમાં આ ખાડાને કારણે અકસ્માત પણ થયાં હતાં. આ કારણે પણ લોકોમાં ઘણો જ રોષ પ્રવર્તી રહ્યો છે. હજુ તો માત્ર ચોમાસાંની શરૂઆત થઈ જ છે.
હાઈ-વે પર ઘણી જગ્યાએ ખાડાને કારણે વારંવાર ઘણાં અકસ્માત પણ સર્જાતાં હોય છે, આની સાથે સાથે જ વાહનો પણ ખરાબ થઈ જતાં વાહનચાલકોને એમની મુસાફરી દરમિયાન ઘણો સંઘર્ષ પણ વેઠવો પડે છે. હાલમાં તો સોશીયલ મીડિયામાં પણ હાઈ-વેનું સમારકામ કરવામાં આવેલ માંગ ઘણી પ્રબળ બની છે.
ભાવનગર જીલ્લાનાં શિહોર તાલુકામાં આવેલ આંબલા ગામનાં વતની હિતેશભાઈ એ આ બાબતે રાજ્યનાં CM સુધી પણ રજૂઆત કરી છે. તાત્કાલિક ધોરણે રિ-કાર્પેટ કરવાં બદલ શું કોઈ પણ અધિકારીની જવાબદારીનથી શું કે આ સિસ્ટમનાં જવાબદાર અધિકારીઓને આ અંગે ખ્યાલ નથી ?
વારંવાર આ રસ્તા પરથી પસર થતાં અધિકારીઓને ખ્યાલ નહિ આવતો હોય કે હવે આ રસ્તાને સમારકામ કરાવવાની જરૂરીયાત રહેલી છે.આ સમસ્યાનો ખુબ જ ઝડપી નિર્ણય લાવવાં માટે પણ માંગણી કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP