આ હિંદુ સંસ્થા 4 લાખ ગામમાં લગાવશે ભગવાન રામની મૂર્તિ- જાણો ક્યાંથી કાઢશે આટલા રૂપિયા

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. હમણાં થોડાં જ દિવસ પહેલાં 5 ઓગસ્ટનાં રોજ એટલે કે બુધવારનાં રોજ PM મોદીએ અયોધ્યામાં શ્રીરામ મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું. હાલમાં ફરી એકવાર આનંદનાં સમાચાર સામે આવી રહ્યાં છે.

અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરનું ભૂમિ પૂજન કાર્યક્રમ પૂર્ણ થયા પછી ‘વિશ્વ હિન્દુ પરિષદ’ એટલે કેVHP એ એક મોટા કાર્યક્રમની જાહેરાત પણ કરવામાં આવી છે. ‘વિશ્વ હિન્દુ પરિષદ’ કુલ 4,00,000 જેટલાં ગામોમાં ભગવાન શ્રીરામની પ્રતિમા લગાવવામાં આવશે.

એક જ મોડલ પર ગામોમાં શ્રીરામ મંદિર પણ બનાવવામાં આવશે. મળેલ જાણકારી પ્રમાણે, VHPએ કુલ 4,00,000 જેટલાં ગામ તેમજ કુલ 10 કરોડ લોકો સુધી પહોંચવાનું અભિયાન પણ બનાવ્યુ છે. એક બાજુ તમામ ઘરમાંથી શ્રીરામ મંદિરને માટે ફંડ એકત્રિત કરવામાં આવી રહ્યુ છે.

જણાવવામાં આવી રહ્યુ છે, કે તમામ ગામમાં ધાર્મિક આયોજન પણ કરવામાં આવશે. જાણકારી પ્રમાણે, આ અભિયાનને લઈને VHPની મોટી બેઠક ડિસેમ્બર મહિનામાં થશે. VHPની આ બેઠકમાં અભિયાનની મ્હોર પણ લાગી શકે છે.

હાલમાં જુદાં-જુદાં ગામ તથા શહેરોમાં પણ ભૂમિપૂજનનો પ્રસાદ વિતરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આપને જણાવી દઈએ, કે અયોધ્યામાં શ્રીરામ મંદિર નિર્માણ થાય એ પહેલાં જ VHPએ એક મોટા કાર્યક્રમની જાહેરાત પણ કરી છે. જો ભૂતકાળની વાત કરીએ તો શ્રીરામ મંદિરનાં આંદોલનની સાથે દલિતોને જોડવાં માટે સંઘ, VHP જેવાં સંગઠનો તો શરૂઆતથી જ લાગ્યા છે.

9 નવેમ્બર 1989નાં રોજ જ્યારે શ્રીરામ મંદિરનો પાયો નંખાઈ રહ્યો હતો. એ સમયે પ્રથમ ઈંટને માટે દલિત કાર્યકર્તા કામેશ્વર ચોપાલનાં હાથે જ મુકવામાં આવી હતી. તેનાં દ્વારા શ્રીરામ મંદિરનાં આંદોલનની પાછળ આખાં હિન્દુ સમાજને ઉભો રહેવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

આની પહેલા પણ લખનૌ પહોંચેલ ‘વિશ્વ હિન્દુ પરિષદ’ નાં કેન્દ્રીય કાર્યાધ્યક્ષ આલોક કુમારે જણાવતાં કહ્યુ હતું, કે કુલ 492 વર્ષની રાહ જોયા પછી આજે આ સમય આવ્યો છે. આની પાછળ લાખો લોકોનું બલિદાન પણ રહેલું છે. શ્રીરામ મંદિરનો સંકલ્પ પૂર્ણ થયાં પછી શું ‘વિશ્વ હિન્દુ પરિષદ’ એટલે કે VHP કાશી તથા મથુરા એજન્ડા પર પણ કામ કરશે?

આ પ્રશ્ન પર ‘વિશ્વ હિન્દુ પરિષદ’ નાં કાર્યાધ્યક્ષે જણાવતાં કહ્યુ હતું, કે જ્યાં સુધી રામત્વ નહીં આવે, ત્યાં સુધી કાર્ય પણ પૂર્ણ નહીં થાય. મથુરા કાશીની વાત તો અત્યારે નહીં. કેમ કે હાલમાં તો અયોધ્યા જ અધૂરું છે.

આપને જણાવી દઈએ, કે AIMIM નાં સાંસદ અસદદ્દીન ઓવૈસીનાં નિવેદન પર ઉત્તર આપતાં અખાડા પરિષદનાં અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીએ જણાવતાં કહ્યુ હતું, કે અયોધ્યા શ્રીરામ જન્મભૂમિની લડાઈ હવે પુર્ણ થઈ ગઈ છે. હવે માત્ર કાશી તથા મથુરાને મુક્ત કરાવવાનો વારો આવ્યો છે. કાશી તથા મથુરા તો હિન્દુઓની માટે કલંક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *