એક નાની ભૂલ અને બનશો સાયબર ફ્રોડના શિકાર! અજાણ્યા નંબર પરથી ફોન આવે તો સતર્ક: બેંક એકાઉન્ટ થઇ જશે સાફ

Cyber ​​Fraud News: ઋષિકેશમાં એક 67 વર્ષીય વ્યક્તિએ ઘણી મોટી રકમ ગુમાવી છે કારણ કે કોઈએ તેની સાથે ઓનલાઈન છેતરપિંડી કરી હતી. હેકરે તેની  જાણ બહાર  તેના બેંક ખાતામાં (Cyber ​​Fraud News) લોગ ઇન કરી તેનું ખાતું સાફ કરી નાખ્યું. જો તમારી સાથે પણ આવું થાય તો શું કરવું? જનો અહિયાં વિગતે.

ગુજરાત સહિત દેશના વિવિધ ભાગોમાં ઓનલાઈન કૌભાંડો દ્વારા વધુને વધુ લોકો છેતરાઈ રહ્યા છે. આ કૌભાંડોથી કેવી રીતે સુરક્ષિત રહેવું તે દરેકને શીખવવા માટે પોલીસ વીડિયો અને સંદેશાઓ શેર કરીને મદદ કરવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં જ ઉત્તરાખંડના ઋષિકેશમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં એક ફ્રોડ વ્યક્તિએ એક વૃદ્ધને છેતર્યો. ફ્રોડે તેને એવું કહીને ડરાવ્યો કે તે જેલમાં જઈ શકે છે અને તેને ઘણા પૈસા, લગભગ 52 લાખ રૂપિયા મોકલવા માટે મજબૂર કર્યા, કારણ કે તેઓએ ખોટો દાવો કર્યો હતો કે તે મુંબઈમાં તેને સામે ગુનો નોંધાયો છે.

જાણો શું છે સમગ્ર ઘટના?
દેહરાદૂનનાં રહેવાસી 67 વર્ષીય યોગેશ ચંદ શ્રીવાસ્તવની ફરિયાદ પર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને એક એફઆઈઆર નોંધી છે. તેમણે જણાવ્યું હતું કે, યોગેશ ચંદના ખાતામાં ક્લોનિંગ દ્વારા છેતરપિંડી કરનારાઓએ લોગ ઇન કર્યું હતું અને પૈસા ટ્રાન્સફર કર્યા હતા અથવા એવી પણ શક્યતા છે કે, યોગેશ ચંદે પોતે પૈસા ટ્રાન્સફર કર્યા હશે.

પોલીસ અધિકારીએ કહ્યું કે, પીડિત દબાણમાં આવ્યા કારણ કે છેતરપિંડી કરનારાઓએ તેમને કહ્યું હતું કે તેમની વિરુદ્ધ મુંબઈમાં  FIR દાખલ કરવામાં આવી છે અને તે FIRની નકલ પણ તેના વોટ્સએપ નંબર પર મોકલવા માં  આવી છે. પીડિત યોગેશ ચંદ શ્રીવાસ્તવ સાથે 52.5 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.

કયાં પ્રકારના સાયબર ક્રાઈમની FIR થઈ શકે?

  1. બેન્ક એકાઉન્ટ, KYC વિગતો, ક્રેડિટ અને ડેબિટ કાર્ડના નામે નાણાકીય છેતરપીંડી
  2. ગેસ કનેક્શન કે વીજળી અધિકારી બનીને છેતરપીંડી
  3. અશ્લીલ ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપે
  4. જોખમી કે શંકા ઉપજાવનારાન કોલ અને મેસેજ

કઈ રીતે નોધાવી ફરિયાદ?

  1. પ્રથમ સંચાર સાથીના પોર્ટલ પર જાઓ અને https://sancharsaathi.gov.in વેબસાઈટની મુલાકાત લો.
  2. હોમપેજ પર નીચે જઈને સિટીઝન સર્વિસ વિકલ્પમાં થતી ધોકાધડી માહિતી રિપોર્ટ કરવા માટે CHAKSHU પર ક્લિક કરો.
  3. ત્યાર બાદ કન્ટીન્યુ પર ક્લિક કરો
  4. હવે ચક્ષુ મંચ ખુલશે, તમારો કેવી રીતે સંપર્ક કરવામાં આવ્યો છે, તેની માહિતી આપવાની રહેશે અને તેનો સ્ક્રીનશોટ પણ જોડવાનો રહેશે.
  5. ક્યાં પ્રકાર નો ફ્રોડ થયો છે તે સિલેક્ટ કરો
  6. કયારે આ ફ્રોડ બન્યો હતો તે દિવસ અને સમય જરૂર જણાવાવનો રહેશે, હવે આ વિષય ઉપર 500 શબ્દોમાં  ફરિયાદ લખવાની રેહશે.
  7. નામ અને મોબાઈલ નંબર દાખલ કરો અને OTPની મદદથી વેરિફિકેશન કરો, ત્યારબાદ ફરિયાદ દાખલ થઈ જશે.