નહેર પર બે લાકડા મૂકી આ ‘હેવી ડ્રાઈવરે’ ચલાવી કાર- વિડીયો જોઇને ધબકારા વધી જશે

સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થઇ રહેલ વિડીયો (video) માં તમે એવા ઘણા ડ્રાઈવર (Driver)જોયા હશે જે અનોખી રીતે ડ્રાયવીંગ (Driving) કરતા હોય છે. આ ડ્રાઈવરો અવારનવાર સ્ટન્ટ (Stunt)કરતા પણ હોવા મળે છે.

આ દરમિયાન આજકાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક કાર ડ્રાઈવર નહેર પર બે લાકડા ગોઠવીને તેના પરથી તેની કાર કાઢી દેખાડે છે. જયારે આ સ્ટન્ટ કરતી વખતે જરા પણ ચૂક થઈ હોત તો કાર અને ડ્રાઈવર બંનેના રામ રમી ગયા હોત પરંતુ ડ્રાઈવર ખૂબ જ હિંમત અને ધીરજ રાખીને બે લાકડા પર કાર ચલાવીને પોતાની કાર બીજે છેડે કાઢી બતાવે છે.

વાયરલ થયેલા વીડિયોમાં દેખાય રહ્યું છે કે, એક નહેર પર બે લાકડા ગોઠવવામાં આવ્યા છે. આ ડ્રાઈવર મુકવામાં આવેલ બે લાકડા પર કારને ચઢાવી ધીરે ધીરે આગળ લઇ જાય છે અને બીજે છેડે તેને ઉતારે છે.

ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ પોતાના એકાઉન્ટ પર વીડિયો કર્યો શેર: 
હર્ષ ગોએન્કાએ 29 માર્ચેનાં રોજ પોતાના એકાઉન્ટ પર ક્લિપ શેર કરી અને લખ્યું કે- જીવનના દરેક માર્ગમાં એક પુલ હોય છે… સફર હંમેશા સફળતાપૂર્વક પાર કરવાનું છે. યુઝર્સ દ્વારા આ વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *