સોસિયલ મીડિયા પર અવારનવાર ગીરના સિંહોની મિજ્બનીના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે હાલમાપ ના આવા જ એક વિડીયોને લઈ સમાચાર સામે આવ્યા છે. રાજ્યના અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યામાં વધારો થતા હવે એની ગમે ત્યારે ગમે ત્યાં ઘૂસી જવાની ઘટના બનતી રહેતી હોય છે.
સિંહો ભૂખ્યા-તરસિયા વધારે રહે છે કે, જેને કારણે એમના માટે ભોજનની વ્યવસ્થા કરવાની જરૂર પડતી હોય છે. ધારી ગીરનો હજુ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થયો છે. હાલમાં સામે આવેલ આ વિડીયો સોસિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે.
સોશિયલ મીડિયામાં વીડિયો ખૂબ થઈ રહ્યો છે વાઇરલ:
આ વીડિયો ધારી પાસેના સુપ્રસિદ્ધ ગળધરા ખોડિયાર માતાજીના મંદિરનો છે. અહીં માતાજીના મંદિરનાં પટાંગણ ઉપર ચડીને સિંહો મારણની મિજબાની માણી રહ્યા છે. આ દૃશ્યો સ્થાનિક લોકોએ પોત-પોતાના મોબાઈલમાં કેદ કરતાં સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાઇરલ થયો છે.
સિંહો રહેણાક વિસ્તારમાં આવી જવાની ઘટના સામાન્ય:
સિંહો હવે ગમે ત્યારે ગમે ત્યાં ઘૂસીને રહેણાક વિસ્તારમાં મારણ કરી રહ્યા છે તેમજ થોડી મિનિટો અને કલાકોમા ફરી તે રેવન્યુ અથવા તો ગીર વિસ્તાર બાજુ રવાના થઈ જતા હોય છે. જો કે, કેટલીક જગ્યાએ હવે આવા પ્રકારની ઘટના રોજિંદી બનતી રહેતી હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.