આપણા ગુજરાત (Gujarat)માં પણ ઘણા બધા ફરવાલાયક સ્થળો છે. લોકો દુર દુરથી પણ અહી ફરવા માટે આવતા હોય છે. તેમાં પણ ખાસ કરીને ગુજરાતમાં ચારધામ (Chardham)નું એક ધામ દેવભૂમિ દ્વારકા(Devbhoomi Dwarka) પણ આવેલ છે. અહીં લોકો આપણા ગુજરાતના દ્વારકામાં બેઠેલ જગતના તાત એવા દ્વારકાધીશના દર્શન કરવા આવે છે. એવામાં દ્વારકા પણ પર્યટકનું પસંદીતા સ્થળ બની રહ્યું છે. દ્વારકાની આસપાસ ઘણાં ફરવાલાયક સ્થળો છે જેમાંથી એક છે ઓખા પાસે આવેલ બેટ દ્વારકા(Bat Dwarka). બેટ દ્વારકા એક ટાપુ છે જ્યાં પંહોચવા માટે લોકોએ બોટમાં બેસીને જવું પડે છે. અહી લાખો લોકો દર્શન કરવા તેમજ ફરવા માટે આવતા હોય છે.
अद्भुत व अनोखा- Playful Dolphins giving a glimpse at Okha #GazabGujarat pic.twitter.com/Wic7ZkQjOc
— Gujarat Information (@InfoGujarat) June 26, 2022
ઘણા લોકોને ટાપુ પર ફરવા જવું વધારે પસંદ હોય છે. તેથી બેટ દ્વારકામાં તો મંદિરની સાથે સાથે કુદરતની પણ મજા સારી રીતે માણી શકાય છે. જેના કારણે બેટ દ્વારકા ત્યાં ફરવા આવેલ પર્યટકોનું પસંદીતા સ્થળ બની રહ્યું છે. ત્યાં આવેલ દરિયો અને દરિયાઈ જીવ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ત્યારે હાલ જ ગુજરાત માહિતી ખાતા દ્વારા એક વીડીયો શેર કરવામાં આવ્યો છે. જેમાં ઓખાનાં દરિાયમાં હિલ્લોળા લેતી ડોલ્ફિન જોવા મળી રહી છે.
આ વીડીયો થોડી જ કલાકોમાં ઘણો વાયરલ થયો છે અને લોકો આ વીડીયોને ઘણો પસંદ કરી રહ્યાં છે. આ વાયરલ વીડીયો બેટ દ્વારકા પાસે આવેલ હનુમાન દાંડીથી એક કિલોમીટ દૂર એક ટાપુ પરનો છે જ્યાં સમુદ્રમાં ડોલ્ફિન મજાથી હિલ્લોળા લેતી નજર આવી હતી. જો કે ઓખાના મધદરિયે આવા નજારા ઘણી વખત જોવા મળ્યાં છે. અવારનવાર ઓખાના આ દરિયે ડોલ્ફિન જોવા મળે છે. લાગે છે ડોલ્ફિન જેવાં ઘણાં બીજા દરિયાઈ જીવને ઓખાનો દરિયા કિનારા પરનું વાતાવરણ માફક આવી રહ્યું છે. જેના કારણે આ સ્થળ લોકોને પસંદ આવી રહ્યું છે.
સામાન્ય રીતે ફરવાના શોખીન લોકો ડોલ્ફિનને દરિયામાં રમતા જોવા માટે ઘણાં પૈસા ખર્ચીને બીજા દેશોમાં જતા હોય છે. ત્યારે આપણા ગુજરાતના દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ઓખાના દરિયા કિનારા પાસે વારંવાર ડોલ્ફિન જોવા મળતી હોય છે. ડોલ્ફિન વિશે જાણીએ તો, ડોલ્ફિનને એકલું રહેવું પસંદ નથી એ હંમેશા સમૂહમાં રહે છે અને એ સમૂહમાં કુલ 10 થી 12 ડોલ્ફિન હોય છે. ડોલ્ફિન 10-15 મિનિટ સુધી જ પાણીની અંદર રહે છે પણ પાણીની અંદર શ્વાસ લઇ શકતી નથી એટલા માટે જ તેને સતત પાણીની બહાર આવીને શ્વાસ લેવો પડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.