મોરબી હોનારતની રુંહકંપી દુર્ઘટનામાં ભાજપના મીડિયા સેલે વાઇરલ કર્યો જૂનો વીડિયો- સરકારનો બચાવ કે પછી અન્ય કારણ

ગુજરાત(GUJARAT): ગઈકાલે મોડી સાંજે મોરબી(Morbi)નો ઝૂલતો પુલ તૂટી ગયાની ઘટના પછી મોરબી જ નહીં, આખું ગુજરાત સ્તબ્ધ બની ગયું હતું. આ દુર્ઘટનામાં 400 થી 500 લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. જેમાં અત્યાર સુધી 25થી વધુ બાળકો સહિત 190થી વધુના મોત થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. મોરબીની દુર્ઘટનાને લઇને રાજ્ય આખું ધ્રુજી ઉઠ્યું છે. ત્યારે આવું દુર્ઘટનામાં પણ કોઈના કોઈ અંશે ભાજપ રાજનીતિ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. મોરબી હોનારતની રુંહકંપી દુર્ઘટનામાં સોશિયલ મીડિયામાં સરકાર પર સવાલો ઊઠે તે પહેલાં જ ગાંધીનગરમાં બેઠેલા ભાજપ(BJP)ના મીડિયા સેલના કેટલાક લોકોએ જૂનો વીડિયો વાઇરલ કરીને સરકારનો બચાવ કરવાનો પ્રયાસ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.

શું છે વીડિયોમાં ?
વાઇરલ કરાયેલા વીડિયોમાં જોવા મળે છે કે, મોરબીના ઝૂલતા પુલ પર લોકો મોજ કરી રહ્યા છે અને કેટલાક યુવાનો પણ મસ્તીએ ચડ્યા છે. ભાજપના મીડિયા સેલે ગુજરાતી અને નેશનલ મીડિયાને આ વીડિયો શેર કરીને વાઇરલ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. નીચે લખ્યું – ”મોરબી મેં પુલ દુર્ઘટનાગ્રસ્ત હોને સે થોડી મિનટ પહલે કા વીડિયો. કઈ યુવા બ્રિજ પર મસ્તી કરતે દિખે.”

પ્રીતિ ગાંધીએ પણ ટ્વિટ કર્યો વીડિયો
ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય સોશિયલ મીડિયા ઈન્ચાર્જ પ્રીતિ ગાંધીએ પણ આ વીડિયો ટ્વિટ કર્યો છે. તેમણે લખ્યું છે કે- “આ ભયાનક છે! મોરબીબ્રિજ તૂટી પડતાં પહેલાં તેના કેબલને લાત મારતા યુવાનોનું ટોળું કેમેરામાં કેદ થયું છે. પ્રત્યક્ષદર્શીઓએ પણ તેની પુષ્ટિ કરી છે. હું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને વિનંતી કરું છું કે આ બાબતની તપાસ સુનિશ્ચિત કરે.”

અત્રે ઉલેખનીય છે કે, થોડા દિવસો પહેલાં જ પ્રીતિ ગાંધીએ એક ટ્વિટ કર્યું હતું જેમાં રાહુલ ગાંધી એક્ટ્રેસ પૂનમ કૌરનો હાથ પકડીને ચાલી રહ્યા હતા. આ ટ્વિટ પછી પ્રીતિ ગાંધી ટ્રોલ પણ થયા હતા.

વીડિયો વાઇરલ કરીને કોને બચવામાં આવી રહ્યા છે?
ભાજપના મીડિયા સેલના કેટલાક લોકોએ આ વીડિયો વાઇરલ કરીને સરકારના બચાવનો પ્રયાસ કર્યો છે. આ વીડિયો દ્વારા ભાજપ એવું સાબિત કરવા માગે છે કે, પુલ પર ભારે ભીડ હતી અને કેટલાક યુવાનો તોફાન-મસ્તી કરતા હતા, એટલે બ્રિજ તૂટ્યો. ગુજરાતમાં આટલી મોટી દુર્ઘટના બની. સંખ્યાબંધ લોકોનાં મૃત્યુ થયાં, આક્રંદ હતો, મોરબી સ્તબ્ધ હતું, તે સમયે ગાંધીનગર ભાજપ મીડિયા સેલમાંથી રાજનીતિ થઈ રહી હતી.

વીડિયો જૂનો હોવાની વાત…
ગાંધીનગર ભાજપ મીડિયા સેલમાંથી વીડિયો વાઇરલ કરાયા બાદ અનેક લોકોએ વીડિયોનું નિરીક્ષણ પણ કર્યું. એમાં એક વાત સામે આવી કે, ઝૂલતા પુલની નીચે મચ્છુ નદીમાં પાણી જોવા મળી રહ્યું નથી. જ્યારે ગઈકાલે પુલ તૂટ્યો ત્યારે નીચે પાણી હતું અને પુલ પરના દરેક લોકો પાણીમાં પડ્યા હતા. એટલે આ વિડીયો જુનો હોવાનું કહેવા આવી રહ્યું છે. તેમજ જૂના વીડિયોને થોડી મિનિટો પહેલાંનો બતાવીને વાઇરલ કરવામાં આવી રહ્યો છે. તેવું લોકોનું માનવું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *