રીલવાળીએ મંદિરની ગરીમા લજાવી: રામમંદિરના પરિસરમાં યુવતીના અશ્લીલ ડાન્સનો વિડીયો વાયરલ

Ram mandir Vieal Video: મધ્યપ્રદેશના નીવાડી જિલ્લાની ધાર્મિક નગરી ઓરછા માં આવેલા રામ રાજા મંદિર બહાર એક યુવતીનો અશ્લીલ ડાંસ ચર્ચાનો વિષય બની ગયો છે. સફેદ ટૂંકા કપડામાં યુવતી એ ડાન્સ કરવાનું શરૂ કર્યું અને શ્રદ્ધાળુઓનું ધ્યાન (Ram mandir Vieal Video) ભક્તિ માંથી હટીને આ યુવતીની હરકતો ઉપર આવી ગયું.

સોશિયલ મીડિયા પર આ અસલી વિડિયો ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. મંદિરની બહાર જ સફેદ રંગના ટૂંકા કપડા પહેલી આ છોકરી નાચ કરી રહી છે.

ધાર્મિક સ્થળની ગરિમાના લીરેલીરા
યુવતીના કપડા ખુબ જ અશ્લીલ અને મંદિરના વાતાવરણને શોભે તેવા ન હતા. આ યુવતી ધાર્મિક સ્થળની ગરિમા ને ઉછાળી રહી છે. યુવતી ભોજપુરી ગીત પર જાહેરમાં જ અભદ્ર ડાન્સ કરી રહી હતી. ત્યાં આવેલા શ્રદ્ધાળુઓ દર્શન કરી રહ્યા હતા પરંતુ આ તેની હરકતો તેઓની આસ્થાને ઠેસ પહોંચાડી રહી હતી. લોકો કહી રહ્યા છે કે આ મંદિર તેમજ ભગવાન શ્રીરામનું અપમાન છે.

મંદિર પ્રશાસને સતર્ક રહેવું જોઈએ
વિડીયો વાયરલ થયા બાદ લોકો પોલીસ પાસે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. લોકોએ કહ્યું કે આવી ઘટનાઓ રોકવા માટે મંદિરમાં પણ યોગ્ય સુરક્ષા માટે પ્રશાસને 17 તો રહેવું જોઈએ. હાલમાં સોશિયલ મીડિયા પર ભાઈ વિડિયો વાયરલ થયા બાદ પોલીસ અધિકારીઓ તપાસમાં લાગી ગયા છે.