‘ખોટી હોશિયારી નહીં કરવાની’…અડાજણ પોલીસનો મહિલા સાથે અભદ્ર વર્તનનો વિડીયો વાયરલ

Adajan Police Controversy: ખાખી પહેરીને ગુંડાગર્દી કરવી કેટલી યોગ્ય? શા માટે સરકાર પોલીસકર્મીઓ સામે કોઈ પગલા નથી લેતી? દિવસેને દિવસે સુરત પોલીસની દાદાગીરી વધતી જાય છે. ગુજરાત સરકાર કેમ પગલા નથી લઈ રહી? સુરતનાં અડાજણ પોલીસ(Adajan Police Controversy) મથકમાં ફરિયાદ કરવા પહોંચેલી મહિલા સાથે પોલીસ સ્ટેશનનાં કોન્સ્ટેબલ તેમજ PSI દ્વારા ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું.

પોલીસનું મહિલા સાથે અભદ્ર વર્તન
જેનો વીડિયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થવા પામ્યા છે. અડાજણ પોલીસ સ્ટેશનની સૌરભ પોલીસ ચોકીનો વિડીયો વાયરલ થવાનો મામલો. મહિલા દ્વારા અરજી કર્યા બાદ કાર્યવાહી ન થતા મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી.

મહિલાએ રજૂઆત કરતા પોલીસ કર્મચારીઓ દાદાગીરી પર ઉતરી આવ્યા હતા. મહિલાએ દાદાગીરીનો વીડિયો ઉતારતા જેલમાં નાંખવાની ધમકી આપી હતી. કોન્સ્ટેબલથી લઈ PSI સુધીનાં તમામ પોલીસ કર્મીઓએ મહિલાને ધમકાવી હતી. તેમજ PSI દ્વારા મહિલા સાથે ગેરવર્તણૂંક પણ કરી હતી.

આ ઘટનાની ડાજણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને તપાસ સોંપવામાં આપવામાં આવી છે. ડીસીપી રાકેશ બારોટ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તપાસના અંતે જો પોલીસ કર્મચારી જવાબદાર જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે : રાકેશ બારોટ